સ્ત્રી-સ્વાતંત્ર્ય તે ખોખલી-દોગલી વાતો-જ છે ….??

સ્ત્રી-સ્વાતંત્ર્ય તે ખોખલી-દોગલી વાતો-જ છે ….?? Image

આજથી 30-વર્ષ પહેલા જ્યારે મેં મારી સ્ત્રીમિત્રોને સિગારેટ પીતા તેમના મુક્ત વિચારો રજુ કરતી – પોતાનાં ડીઝાઈન કોન્સેપ્ટને બુલંદ અવાજે આત્મવિશ્વાસ સાથે 5-ધુરંધર ડિઝાઈનર સામે રજુ કરતી – રસ્તામાં રોમિયોને તેની-જ ભાષામાં બીભસ્ત-ગાળો આપતી – અને તેમના બોય-ફ્રેન્ડ સાથે મુકત સહેવાસ કરતી … જોઈ-અનુભવી-ચર્ચી ત્યારે મને લાગ્યું હતું કે 21-મી સદીમાં સ્ત્રીપાત્ર ઘણું બદલાઈ જશે.

આજે એક નવી વિચારધારા અને જોમ સાથે સ્ત્રીઓ પહેલી હરોળમાં પુરુષોની સાથે કે આગળ ઉભી છે : બોડી-બિલ્ડર મહિલાનાં છાતીના મસલ્સ કોઈપણ પુરુષ બોડી-બિલ્ડરનાં જેટલા-જ કસાયેલા છે, મેરેથોન-દોડ દોડતી મહિલાઓનાં પગના મસલ્સ તે કોઈપણ મેરેથોન દોડતા પુરુર્ષ જેટલા-જ ફ્લેક્ષિબલ-કસાયેલા છે, મેનેજર બની અને તે પુરુર્ષ જેટલોજ પાવર ધરાવે છે, છૂટાછેડા જાતે-જ લયી અને કાયાદા-ની-રુએ તે પુરુષને જીવન-આધાર માટેના દર મહિનાનો હપ્તો આપે છે અને તેજ રીતે સ્ત્રી છુટા-છેડાનાં અંતે પુરુષને પોતાની મિલકતમાંથી અડધો-ભાગ પણ આપે છે, સજાતીય-સ્ત્રી-સંબંધોની ખુલ્લેઆમ સવીકૃતિ કરી અને વૈજ્ઞાનિક-પદ્ધતિથી બાળક પેદા કરી અને મુક્ત જીવન-જીવે છે, પુરુષો પોતાના જનનાંગો-કપાવી અને પોતાને સ્ત્રી તરીકે રજુ કરીને પણ જીવે છે, એક તરફ ગણિકાઓએ પોતાના વ્યવસ્થિત વ્યવસાયિક-ઓરેગેનાઇએશન્સ બનાવ્યા છે જ્યારે બીજી તરફ મહિલાઓ ફાઈટર-પ્લેન-પાયલટ, ટેંક-રોકેટ-લોન્ચર, નેવી-કમાન્ડો બની દુનિયાની સૌથી શક્તિશાળી લશ્કર-ની-અગેવાન છે, બ્રાઈટ-કલરની લીપસ્ટીક અને નેઈલપોલીશ સાથે અમેરિકન સ્ત્રી-કર્નલ છે બીજી તરફ લેખિકા સ્ત્રીઓએ પુસ્તકો લખ્યા છે પોતાના સેક્સ-યુદ્ધ-વિજયનાં, આવી જબર-જસ્ત સિદ્ધિઓ સાથે અસંખ્ય સ્ત્રીત્વ અને નામો જોડાયેલા છે …. આજથી 30-વર્ષ પહેલા ભાગ્યે-જ આવું સાંભળવા મળતું.

શું સ્ત્રીઓને સ્વતંત્રતા છે?
જો મોટા-અવાજે સ્ત્રી-મુક્તિની વાતો કરતા હોવ તો …મુક્તિ આપો સ્ત્રીને એક વસ્તુ-તરીકે જોવાથી. મુક્તિ આપો તેને સતત સભાન પણે પોતાના દુપટ્ટા-સાડીના છેડા- જીન્સ ઉપર પહેરેલા કુરતા-ટોપ નીચે તરફ ખેંચવા થી … મુક્તિ આપો તેમને એક એપેટાઇઝરની જેમ પુરુષો-નાં થાકેલા-શુષ્ક સેક્સ-ભૂખને જગાડવા જાગૃત રહેવા થી, કે જે પુરુષો માટે ક્યારેય કોઈ સ્તન–પુરતા-મોટા-સુંદર નથી કે પગ-કેળના-થડ જેવા નથી. મુક્તિ દો તેમને દુખ-દાયક ઉંચી-એડી-નાં-શુઝમાંથી કે જે તેમનો વક્ષ-પુષ્ઠ વધારે બહાર લાવે અને કરોડરજ્જુને નુકસાન થાય … નિર્દોષ-કિશોરીઓને તમારી સેક્સ-ભૂખમાંથી મુક્તિ આપો … પુરુષો દ્વારા લખાતા મહિલાનાં-મેગેઝીન (ગૃહશોભા જેવા) ત્તાત્કાલીક બંધ કરો જેથી સ્ત્રીઓ વિષે પુરુષોને ગમતી વાહિયાત વાતોની અફવા બંધ થાય … બળાત્કારો સદંતર બંધ કરો – નજરોથી થતો બળાત્કાર, વગર જોઈતી પ્રેમ-પર્પોઝલ કે તેમના ઘર-ઓફીસ સુધી ત્રાસદાયક પીછો કરવાનું બંધ કરો, ઓફીસમાં બિન-જરૂરી બીભસ્ત-અશ્લીલ વાતો કે શારીરિક છેડ-છાડ, ઓફીસમાં બોસ દ્વારા શારીરિક-શોષણ કે પછી તેમને પ્રેમનાં નામે છેતરી અને ભોગવવાનું બંધ કરો … સ્ત્રી-મુક્તિની ફક્ત-વાતો નહિ તેમનું સમકક્ષ-વ્યક્તિ તરીકે સન્માન કરો.

30-વર્ષ પહેલા સ્ત્રી-મિત્રોના વિચાર સ્ત્રી-સ્વાતંત્ર્ય વિષે હતા કે તેમને એક વય્ક્તિ તરીકે ઓળખ હોવી જોઈએ … સ્ત્રી-શરીર તરીકે નહિ … પણ સન્માન, પ્રમાણીકતા, ખાનદાની, અને વ્યવસાયિક-કાબેલિયત -પ્રેમ જેવા તાત્વોથી એક સંપૂર્ણ વ્યક્તિનો સમકક્ષ દરજ્જો હોવો જોઈએ.. તેઓને મન-પડે ત્યારે દોડવાની, જોર-થી-રાડ પાડવાની, જોર-જોરથી વાતો કરવાની, અને પગ-પર-પગ આંટી વળી નહિ પણ પગ-પહોળા કરીને પણ બેસવાની છૂટ હોવી જોઈએ. દુનિયા-નાં દરેક ગુઢ-છુપાયેલા સત્ય-ને સવાલ કરી અને તેને તપાસવાની-કે-જાણવાની છૂટ હોવી જોઈએ. તેમને બધાજ વિષયો શીખવા તથા શીખવાડવાની છૂટ હોવી જોઈએ. ધાર્મિક-માન્યતા-રીત-રીવાજનાં ડરથી મુક્ત્ થવા જોઈએ.

આ મારી-સ્ત્રી મિત્રોનાં 30-વર્ષ જુના વિચારો છે જેને મેં ઓસ્ટ્રેલીયન વુમન-લિબરલ-રાઈટર જર્મેઈન ગ્રીર (Germaine Greer) નાં વિચારો સાથે વણ્યા છે … કદાચ થોડુક આઘાત-જનક લાગે પણ આ વાત ઉપરનું તેમનું પુસ્તક The Female Eunuch (સ્ત્રી-નપુંસકતા) જો તમે વાંચશો (મેં ફક્ત ઉપરનાં ચાર-પાના-જ વાંચ્યા છે) તો તમારા આંખ-કાન લાલ થઇ જશે અને જબર-જસ્ત જુસ્સો ચડશે.
તો હવે સાચી સ્ત્રી-જાગૃતિ-શક્તિ કયારે વ્યવહારમાં લાવો છો? My-Virtual-Friends …

# 21મી-સદીમાં પણ સ્ત્રી-નપુંસકતા ગયી નથી … હજુય તે પોતાને અબલા-જ માને છે. હજુ પણ જીન્સ-બીયર અપનાવ્યા છતાં પણ પોતે પોતાની નપુંસક-નિર્બળ-માનસિકતામાંથી મુક્ત નથી થયી. જ્યારે-જ્યારે બ્રાઈટ-લીપસ્ટીક – નેઈલ-પોલીશ – હાઈ-હિલ શૂઝ – પેડેડ બ્રાં – જોવું છું ત્યારે સ્ત્રી-નપુંસકનાં અડ્ડાઓનાં અસ્તિત્વ પ્રદર્શિત થાય છે …. પોતાના ચહેરાને ઘૂંઘટ-કે-કપડા પાછળ ઢાંકીને સ્ત્રીઓ પોતાની નપુંસકતાને જાણે તુચ્છ-અટ્ટહાસ્ય કરવા દેતી હોય તેમ લાગે છે..

 

– જયેન્દ્ર આશરા … 2013.03.08 ..

Advertisements

One thought on “સ્ત્રી-સ્વાતંત્ર્ય તે ખોખલી-દોગલી વાતો-જ છે ….??

  1. અહ્હ્હા ! facebook પર મહિલાઓને મજબુત અનુભૂતિ કરાવનાર આ પહેલો લેખ વાંચ્યો ! સલામ !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s