હર્દયનું લાલ-હિંગોળી-સપનું

Image
મારા ગુલમહોરને
ચાર પાંદડાનાં લાલ-ચટાક ફૂલ
બસ આવાજ છે
મારાં હિંગોળી સપના …
તે મારા હર્દયમાં ખીલ્યાં
જે મારા મસ્તિષ્કમાં શ્વસે છે
તે સપનાઓની કોમળ-કુંપળોને
પગ તળે નહિ કચડવા 
મનના પંખીડાઓને વિનવું છું

પણ હવે જો નવું-જ એક સપનું
ભટકતું આવી ચઢે મારા લય-બધ્ધ-વિચારોમાં
આવીને પછી જો શરમાય
તો મારે કબૂલવું રહ્યું
મારી હદયની પહેલી પંક્તિમાં
તું-જ મારો સૌથી પ્રિય રહસ્ય-પહેલી છે
અને ભાગ્યું જો આ તરત-જ બધું દર્દ
ફક્ત ત્રણ શબ્દો થકી
મૂંઝવણ છે કેમ કહેવું તને 
જેને શબ્દોમાં કહેવાય?
“તને ચાહું છું”

અને એમ પણ
હું ક્યા કઈ વધારે માગું છું …
ફકત એક તારું હ્રદય માગું છું.
આવું નાં હું પરત
રહશે ત્યાં સુધી તારા-મારા હ્રદય-યુગ્મ
અંતર-ઈચ્છા છે એક ખાસ
અ-કારણ વિકસાવ-નાં હ્રદય-અંતર
કે હવે …
લય-બધ્ધ થઇ રહ્યું છે મારું હર્દય
નહીતો …
ચાલ આપણે હાથ-માં-હાથ પકડી
અનંત-યાત્રાએ જઈએ.

તો પણ
હું તારા હ્રદયને સંભાળવા મથું છું
શરાબનાં કોમળ સથવારે
હું ઝંખું છું
ફક્ત એક
આલિંગન-યુક્ત આજ-ની-સાંજ
કિનારે સાબરમતીને…
અદ્રશ્ય રહી તું ભર-વસંતે
રંગીન-હોળી બેરંગ રહી
ચાલી આવ
છોડીને તારા હર્દયના કંચુકી-બંધ
ચેતના-હીન બે-હથેળીઓથી
હૃદય જોડીને પ્રાર્થના સહ
સંકલ્પ કર જીંદગી-જોડાવાનો …

જાણે મારું હ્રદય
કાગળ એક કોરો
જેમાં તું લખે છે …
અને હું …
તારું ચિત્ર દોરું.
શકય-જ નથી ક્યારેય
કે હું તને હ્રદયથી અલગ કરું …
મને તો તારો-રોગ લાગ્યો છે, પીડા એટલે શું?
મારી ફિલસુફી અને મારી હુંફ તળે
તું જો અસ્તિત્વ પામી શકે
તો હું તેમાં એક-રજકણ-સમ રહીશ.

રાખ શ્રદ્ધા
એક-મેકમાં ભળીશું જ્યારે આપણે
અને તે તારા સ્પર્શના સ્પંદનો
તારી મહેકની અનુભૂતિ સર્વત્ર આપશે મને…
જ્યારે પુરવાઈ-પવન સાથે ભળીને
અનુભવશે મારું શરીર લોહી-નો-ઉન્માદ
તને હું
બારી વગરનાં
એક અંધારાં-કમરામાં લઇ જઈશ
અનુભવ તે તને પણ થાય 
કે મારી રાતોં 
કેવી હોય છે તારા વગર…
તારા વગર જાણે
હું એક બિનજરૂરી ‘કલમ’
નથી કોઈ જેને હાથમાં ધરનાર
અને જે સામા-મળે છે મને
તેની પાસે હું
માગું છું એક કોરો-કાગળ
તારું ચિત્ર દોરવા સ્તો …!!!!

-જયેન્દ્ર આશરા …2013.07.27…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s