… જીવન-સ્વપ્નમાં તારો સપ્ત-રંગ ભળ્યો …

Image
:::…જીવન-સ્વપ્નમાં તારો સપ્ત-રંગ ભળ્યો…:::

તને ખબર છે  …?
મારા જીવનની ‘ઉત્કૃષ્ટ-ઘટના’ તે તું છે …
જયારે મારા કોઈ સ્વપ્ન કે તીવ્ર-વાંછનાઓ નાં હતી  …
મારા જીવનની એકધારી મંજિલને બદલવાની કોઈ મનેચ્છા ન-હતી …
ત્યારે મારું જીવન તે ચિત્રકલા હતું  …
અને … અચાનક એક દિવસે  …
જાણે એક સુગંધિત અગરબત્તીની ધુમ્રસેર
મારા અર્ધખુલ્લા હ્રદયના દ્વારને ધીમેથી ઉઘાડીને  ….
 અને અચાનક-અકસ્માતે ‘તું’ પ્રવેશી   …
મેં તે સુગંધિત વાતાવરણમાં ઊંડો-શ્વાસ લીધો …
તારા શ્વાસ સાથે શ્વાસ મિલાવ્યો  …
અને એક પ્રેમ અનુભવ્યો જ્યાં ‘પ્રેમ-તૃષા’ હતી  …
બધું-જ રહસ્યમય લાગે છે – કોઈ સવાલોનાં તાર્કિક જવાબ-જ નથી  …
તે મારા હર્દય-ભીતર ઉછળતી પર્વતની ઉંચાઈએ
જે જગ્યા ફક્ત આપણી હોય … એકાંત હોય  ….
તે જગ્યાએ તને મળવાની ઉતાવળ  …
એક-મેકમાં પરોવાયને ઓત-પ્રોત થઇ  …
સુવાળી બાહોમાં એક દીર્ઘ-ચુંબન થકી …
વાંછનાઓ અને સ્વપ્નનું સહ-સંમતિ મિલન …
……..
પરિણામે હવે … તારી યાદ વગર હવે સમય થંભી જાય છે   …
પણ હવે સમય પણ તારી યાદ સાથે-જ તો વહે છે  …
તારી સુગંધી-સુવાળી કાયા મારા ઉપર પથરાયેલી હોય  …
અને તારા આધરો-નાં-રસપાન સાથે તારી સુગંધિત-ભીના વાળની લટ્ટ  …
મારા હાથથી તેને સરખી ગોઠવતા તે તારા સુગંધિત-ભીના વાળમાં ખોવાય જાય  …
આ વિચારે એક ગરમ-લોહીનો પ્રવાહ શરીરમાં દોડી જાય  …
તે સાથે તારા ઉષ્ણ-કોમળ હાથનો સ્પર્શ મારા રુક્ષ-હાથમાં ભળતા  …
તેને તારા સુગંધ-નીતરી લટ્ટમાથી મુક્ત કરે છે  …
જાણે આપણે એક વ્રુક્ષ-રહિત ઢોળાવ ઉપર
આપણે કુદરતની સુંદર-ગાઢ દુનિયામાં એકલા છીએ  …
અને મારા શરીરની ધીમી શ્રુંગ-ગર્ત અવસ્થા અનુભવાય છે તને?
તારા-મય થઇ જવાની મારી ત્વરા-વાંછનાની પ્રતીતિ છે તને?
હું તે તરફ ખેંચાઈ રહ્યો કે કુદરતની તીવ્ર-વાંછનાઓની પ્રતીતિ છે મને?  
તેને મારા ઉપર કબજો જમાવ્યો છે  … હમણા – અત્યારે-જ  …
શું તે આપણા વિશાળ પ્રેમની પ્રતીતિ-અનુભવ-અભિવ્યક્તિ છે   …?
હું તે તીવ્ર-વાંછનાઓથી બે-ખબર  …
તારા જીવનમાં એક પ્રેમ ભર્યો બદલાવ બનવા ઈચ્છતો  …
તારા મારા જીવન પ્રવેશ પહેલા ના તો કોઈ વાંછના કે સ્વપ્ન હતા   …
ત્યારે મારું જીવન તે ચિત્રકલા હતું  …
ફરી પાછો, જીવન-સ્વપ્નમાં તારો સપ્ત-રંગ ભળ્યો છે   …
ફરી પાછી, જીવનની વાંછનાઓને માણવાનું મેઘ-ધનુષી સ્વપ્ન છે …
જે જિંદગીમાં તું મારી ચિત્રકલાનું મુખ્ય પાત્ર બની રહીશ  …

– જયેન્દ્ર આશરા 2013.10.25…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s