:::…સ્વપ્નાઓની વસંતમાં પાનખર…:::

Image

:::…સ્વપ્નાઓની વસંતમાં પાનખર…:::

વસંત ત્રુતુની સુગંધિત ખીલતી સવારે આજે ‘રીના’ એક ખ્યાતનામ એમબીએ ઇન્સ્ટીટ્યુટનાં કેમ્પસ-જોબ-ઇન્ટરવ્યુંમાં સિલેક્ટ થઇ અને એક મલ્ટીનેશનલ બેંકની જોબ-ઓફર હાંસિલ કરી ચુકી હતી   … હવે તેનાં સ્વપનને સાચે-જ સોનેરી પાંખો લાગી ચુકી હતી અને તેને 9-લાખની વાર્ષિક-સેલેરીની જોબ મળી ચુકી હતી   … અને હવે તેને રાહ જોવાની હતી પોતાના સ્વપ્નનાં ગગનવિહાર માટેના સાથી રોહનની   … કોલેજમા એક બીજા સાથે પ્રેમ કરતા – પ્રેમથી ઝગડતા એમબીએ નાં 2-વર્ષ ફકત 24-કલાકના સમય જેવા અહેસાસથી પસાર થઇ ગયા હતા અને 1-કલાક પછી ‘રોહન’નો પણ મલ્ટીનેશનલ-ઇન્વેસ્ટર-કંપનીમાં ઈન્ટરવ્યું હતો  … કોલેજની કેન્ટીનમાં ફિલ્ટર કોફીની ચુસ્કીઓ લેતાં -લેતાં  … રોહન સાથેની સાથે જીવનના સોણલાં સ્વપ્ન ગૂંથવા લાગી   … લગ્ન – એપાર્ટમેન્ટ  – ફેમિલી  કાર – બાળકો   …. બાળકો? હોય કાઈ   … ફક્ત 1-જ બાળક અને તે પણ છોકરો હોય કે છોકરી શું ફરક પડે છે?  ……….. અને અચાનક કોઈએ તેનો ખભો થપ-થપાવ્યો   … સામે રોહન બાહો ફેલાવીને એ રીનાની સુગંધિત વસંતને પોતાનામાં ખુશીઓથી સમાવવા ઉભો છે   … “રીના …મને પણ જેપી મોર્ગનમાં આસિસટન્ટ -મેનેજરની જોબ ઓફર મળી ગઈ છે   … અને પગાર વર્ષનાં 12-લાખ   …”  …. ખીલ-ખીલતાં બે-યુવાન હૈયા એક-બીજાને ચૂમી રહ્યા   … દુનિયાનું  સર્વસ્વ આજે તેમની સામે હાથ-વેંત હતું  ….

…………… 3-વર્ષના ક્ષણ-માં પસાર થયેલા લગ્ન-જીવનમાં બંનેનાં સ્વપ્નની જીન્દગી આ જીવનમાં ઉતરી આવી   … પોતાનો 2-બેડરૂમ એપાર્ટમેન્ટ – બંનેની પોતાની નાની-સ્ક્વોડા-ફેબિયા કાર  … રીનાએ બે-પ્રમોશન મેળવ્યા તે પણ તેની 12-કલાકની ઓફીસ-ડયુટીને કારણે થયેલા પરફોર્મન્સથી અને તેનો પગાર પણ વધીને ડબલ થઇ ગયો  … તે કામનો ભાર પણ સતત અનુભતી અને હસ્તે મુખે ઉપાડતી અને તે કારણે-જ તો તેના વર્ક-ગ્રુપ-મેનેજર મિસ. મહેરની તેના ઉપર મહેર હતી  … અને હવે આજે 7-મહીના-ગર્ભી રીનાનું શ્રીમંત સાથે બંનેની ખુશીયો 7-મેં આસમાને હતી  … અને સાથે રીનાએ 2-મહિના અગાઉથી જે મલ્ટીનેશનલ-બેન્કમાં નોકરી કરતી હતી ત્યાં ‘મેટરનિટી-લીવ’ માટે એપ્લાય પણ કર્યું   … અને તેની ‘મેટરનિટી-લીવ’ ની એપ્લીકેશન જોતા-જ ગ્રુપ-મેનેજર 42-વર્ષના અપરણિત મિસ. મહેર એ ટકોર કરી કે,”બહુ જલ્દી બાળક-નું પ્લાનિંગ કર્યું?  … એની-વે શુભેચ્છાઓ  …”  ….. અને   … રીના એ ગ્રુપ-મેનેજર મિસ-મહેરની કેબીન છોડતા-જ   … મિસ-મહેર એ એચ.આર-ડીપાર્ટમેંટ ને એ-મેઈલ કરીને જણાવ્યુકે,”પ્લીઝ એરેન્જ અનધર વર્ક- ગ્રુપ અફ્ટર ‘રીના’ જોઈન્સ બેક ધ બેંક  … એઝ આઈ વુડ નોટ એન્ટેરટેઈન ઓર ટોલરેટ એની સ્લોવ-અનહેલ્ધી પર્સન ઈમ માય ટીમ  …”

………… ઓપરેશન થીયેટરમાં પણ પતિ-પ્રેમી રોહનનો હાથ રીનાના હાથમાં છેક સુધી રહ્યો જ્યાં સુધી તેને એનેસ્થેસિયા અપાયું  … પુરાં 9-મહીને રીના એ  3.8-કિલોની હેલ્ધી-દીકરી ‘કિલ્લોલ’ને જન્મ આપ્યો  … પણ  … થોડી કોમ્પ્લીકેશનનાં કારણે ‘સિઝેરિયન’ કરવું પડ્યું  … જેના મેડિકેશનને થકી રીનામાં અશક્તિ રહેવા લાગી અને ડોકટરે તેને નોકરી છોડી દેવા  … અથવા તો  …કંપનીના માર્યાદિત સમય 9-ટુ-5માં કામ કરવાની સલાહ આપી   … અને   … કંપની જોઈન કરતા-જ તે મેડીકલ-કંડીશનની રીકવેસ્ટ નોટ તેને 42-વર્ષના કુંવારા મિસ મહેરનાં હાથમાં મૂકી   … ચશ્માં અને આંખની ભમ્મરોથી કપાળ-પર કરચલી પાડતા મિસ-મહેરએ  રીના સામે જોયું  … તરત-જ તે નોટ એચ.આર-ડીપાર્ટમેંટમાં મોકલી આપી   … અને   … સાથે નોટ મૂકી કે,”કોઈપણ કારણો સર હવે આ નોન-પરફોર્મર રીનાને મારા વર્ક-ગ્રુપ માંથી વિદાય કરો …”  … એચ.આર ડીપાર્ટમેંટએ મિસ-મહેરને પર્સનલ બોલાવીને સલાહ આપી કે,”કાયદા પ્રમાણે તે તમારા ડીપાર્ટમેંટ માં-જ રહેશે   … પરંતુ તેને તેના કામમાં સતત ભૂલો બતાવી અને પ્રેમ-થી ડીપ્રેશનમાં લાવો અને તેને ડીપ્રેશનમાં લાવશો એટલે તે પોતાની મેળે-જ ‘રીઝાઈન’ કરશે  … અને કંપની છોડી દેશે …”

…… કહેવાની જરૂર નથી કે આ મલ્ટીનેશનલ બેન્કની લોહી-નિચોવતી ચાલુ ચાલને કારણે   … રીના સાચે-જ ડીપ્રેશનમાં આવી અને હતાશ થઇ અને બેંકની માતબર-રકમ વાળી સેલેરી છોડીને ચાલી ગઈ  … તેને પોતાનામાં ગુમાવેલો આત્મ-વિશ્વાસ પાછો આવતા બીજા 3-વર્ષ લાગ્યા  …. અને તે પણ પોતાના અસ્તિત્વ સમી ‘કિલ્લોલ’ને જોઇને તેને મહા-મહેનતે પોતાની જાતને રોહન-નાં ખભા-ને-સહારે ફરી ઉભી કરી   …

એક વ્યવસાયિક-લાલચની હદપાર પહોંચી ગયેલી કંપનીઓની તેના કર્મચારીઓ વિરુદ્ધની નીતિઓને કારણે આજે આ દેશ ભારતમાં કઈ કેટલાયનાં જીવ હાઈપરટેન્શન – ડીપ્રેશન-ની ગર્તમાં ડૂબી રહ્યા છે   …અને આ સ્પર્ધાત્મક રેટ -રેસ-નો અંત તે યુવા-વયે મ્રત્યુ હોઈ શકે છે   …
………
# અહી દરેક મહત્વકાંશી બુદ્ધિશાળી-મહેનતુ નોંકરી કરતા વ્યક્તિઓએ બે સાઈકોલોજીકલ વાત સમજવાની જરૂર છે   –
*** “નોકરીને પ્રેમ ‘નાં’ કરવો પણ સતત નવી સ્કીલ શીખવી અને નોલેજ ઉપર ધ્યાન આપીને પોતાની કોમ્પીટન્સી (સ્પર્ધાત્મક–કાર્ય-કુશળતા) વધારવી … જેથી કોઈપણ નોકરી છોડ્યા પછી પણ તમારો આત્મ-વિશ્વાસ અને બીજી નોકરી તુરંત મળી રહે   …”
*** “તમારી આસપાસના લોકો તમારું જે મૂલ્યાંકન કરે તે ઉપર તમારી જાતનું મૂલ્યાંકન ‘નાં’ કરો  … પરંતુ  … સતત જાગૃત રહી અને પોતાનું મુયાંકન કરતા રહો  … જે તમને બીજા દ્વરા કરાયેલી તુચ્છ-ટીપ્પણીઓ કે નિંદા સામે તમને ટકાવી રાખશે   … કારણકે તમે તમારી જાતનાં મૂલ્યને જાણો છો  …” …

નોંધ –  આ વાત સત્યઘટના ઉપર આધારિત છે.

– જયેન્દ્ર આશરા  …2013.11.10…

Advertisements

2 thoughts on “:::…સ્વપ્નાઓની વસંતમાં પાનખર…:::

    • ડોલી ઠકરાર મેં’મ …
      મારા અનુભવમાં કોર્પોરેટ-જગતની આવી ધૃણા-પ્રદ ઘણી હ્ત્ય-ઘટનાઓ છે …
      જે હું સમય આવે લખતો રહીશ …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s