:::…કંઠે રૂંધાતી કામનાં…:::

Image

:::…કંઠે રૂંધાતી કામનાં…:::

અંતર-મહી
અહિયાં અંતર-મહી  
મુઝ કંઠે
કંઠ-સ્વરપેટી મહી
મસ્તિષ્ક-હર્દયનાં
દ્વંદ-યુદ્ધની સીમાએ
જ્યાંથી
એક પ્રસ્વેદ બિંદુ  
ફરિયાદ લઈને દોડી જાય છે
હ્રદય-શ્વસનતંત્ર પાસે હાંફતું …

અંતર-મહી
નાજુક નાની
લપસણી ખીણ મહી
નશા-યુકત અ-ભાન અવસ્થાએ
તું જ્યારે સંવાદ સાધે છે  …
ઉગ્ર-જવ્લનશીલ સંવેદના
તીવ્ર દુખ-વ્યથા સહ
મારો આત્મા
બાહર બાષ્પીભવન થાય છે

અંતર-મહી  
ડર સંતાયેલો રહેવા મથે છે
તે નયન-મિલનને અવગણીને  
હોઠો પર આવેલા શબ્દો ભૂસીને
જાણે આંતર-દ્વંદ-યુદ્ધનું
કોઈ અસ્તિત્વ નથી

અંતર-મહી  
ચહેરાંની છાંવમાં
ધરબાયેલી
અ-સ્પષ્ટ વાચા
અંતર-મહી  
હ્રદય-ફેફસાં લય ચુકે છે
કે જેવો હું પ્રયત્ન કરું છું
મિશ્રી-ઘોળી ભાષા-પ્રયોગથી  
એકરાર કરવાનો  ……

અંતર-મહી  
સ્વરાંકિત સંગીત સહ
જ્યાં તિવ્ર કામનાઓ
ભળી તીવ્ર વાસનાઓ
અંતર-મહી
કંઠ નીચે ઉતરી
અનુભવી રહ્યો કે
મારો શૈતાન-આત્મા
વેચાઈ ગયો  ……….

તે ભાવ સહ
અનુભવ્યું કે
હું સંપૂર્ણ
તારો-જ છું  ….

– જયેન્દ્ર આશરા  …2013.12.17…

Advertisements

4 thoughts on “:::…કંઠે રૂંધાતી કામનાં…:::

 1. અંતર મહી …ધ્રુવ પંક્તિ ખુબ સરસ છે
  મેં ઘણા વર્ષો પહેલા મનો વેદના અને અંતર વેદના અને સંવેદના વિષે આવું અને અન્ય આને મળતું વાંચેલ ..ઉગ્ર-જવ્લનશીલ સંવેદના
  તીવ્ર દુખ-વ્યથા સહ
  મારો આત્મા
  બાહર બાષ્પીભવન થાય છે વાહ ખુબ સુંદર રજૂઆત ..આ આંતરિક ભાવો ના શબ્દ ભલે જુદાજુદા હોય પણ તેમાં એક યા બીજી રીતે વ્યથા અને વ્યાકુળતા હોય છે તો ક્યારેક પ્રભુ દર્શન ની ઘેલછા હોય છે અને માયા નું આવરણ હટતુ ત્યારે થતી અકળામણ માં આત્મા બસ્પીભવન થાય છે ..જે ખુબ સૂચક છે ..nice very nice

  • Himatbhai sir – આ પધ્ય-લેખનનું ઉદભવ-સ્થાન તે – “તમારી નિકટની સ્ત્રી-મિત્ર કે જેની સાથે તમે તમારા પ્રેમનો એકરાર કરવા મથો છો પરંતુ શબ્દો હ્રદય-મશ્તીષ્ક નાં દ્વંદ વચ્ચે ‘રૂંધાય’ જાય છે …” બસ, તે સ્થિતિ-પરિસ્થિતિનું અનુભવે વર્ણન છે ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s