:::…પતંગ-બાજી – એક કલામય ઉત્સવ…:::

Image

:::…પતંગ-બાજી – એક કલામય ઉત્સવ…:::

“જો ભાણા ઈ આ ‘ચીલ’ લેતો જા ખાસ ‘મુસ્તફા-ચાચા’ પાસે થી લાયો છું  … અને આ ઘેન્સીયા ધાજ  … ઓલ્યા અબદુલ-કાદર ની સે  … “

“અનીલ-મામા, થોડી ઝીણકી-ફૂદડી ઓ પણ આપો  … પવન બહુ હોય તો તે-જ ચગાવીશું  … અને ફાન્કોડી-પડોશીની ઢાંઢને ઝીણકી-ફૂદડીથી ‘ખેંચી’ કાપીશું  …”

“હા-હા લઈજા ભાણા  … અને લે આ મારા બનેવી માટે એક-કોડી ‘ચાંદેદાર-ઢાંઢ’ (1-કોડી=20 પતંગ)  ….”

” અને હવે દોરી કેટલી આપું  … 2000-વાર કે 5000-વાર?  … મેં ખાસ ‘સુરત-માં-મન્જાવી’ છે  …”

“ઓહો!!! સુરતી-દોરી? …. સફેદ કાચ જેવી અને ધારદાર પણ કાચ જેવી-જ  … એમ કરો  … 2-2-હજાર-વાર વાળી 5-ફીરકી આપી….દો  …”

“હવે 7-કોડી પતંગ – વત્તા – 1-કોડી-ઢાંઢ અને 5-2000વાર-ની ફીરકીઓ  … બરાબર?”  …

“હા  … અને ગુંદર પટ્ટી અને આંગળીઓએ પહેરવાની ‘ટોટી”  … બાકી રહી ગઈ  …”

જેમ શાકભાજી સાથે મસાલો મફત મળે તેમ અમદાવાદીઓ ગુંદર-પટ્ટીને આંગળીમાં પહેરવાની ટોટીઓ ‘હક્ક’ થી મફત માંગે   … અને દુકાન આપણાં સગા-મામાની હોય એટલે તો ડબલ-હક્ક લાગે  …
……..

અને રાત્રે શરુ થાય ‘કિન્ના’ બાંધવાનો સમૂહ-શ્રમ-યજ્ઞ  … અને આખા હોલ-રુમમાં  … એયને પતંગ-જ-પતંગ ફેલાઈ જાય અને દરેક 5-10-20 પતંગ લઈને બેઠા હોય  … અને કિન્ના બંધાવા માટેની ગઈસાલ-ની-વધેલી દોરી-ઓ એક સરખી કાપીને દરેકને આપી દીધી હોય  …

“જુઓ, દોરીના-ડબલ-વડા કરી અને તમે બધા ‘કિન્ના’ શૂન્ય::એક’નાં પ્રમાણમાં બાંધજો  … “

“પણ, પપ્પા શૂન્ય::એક’નાં પ્રમાણમાં-જ ‘કિન્ના’ કેમ બાંધવાની  …?”

“એમાં ફાયદો એ છે કે વધારે પવન હોય તો વાંધો નાં આવે   … અને ઓછો પવન હોય તો પતંગ ‘ડગ-ડગ’ નાં થાય   … ઉપરાંત પતંગનું વજન ઓછું લાગે એટલે ખેંચીને કાપવામાં સરળ રહે  …”

“પણ  … તમે તો તમારી ઢાંઢ-પતંગોને ‘શૂન્ય:::શૂન્ય’ નાં પ્રમાણની ‘કિન્ન’ બાંધો છો એમ કેમ   …?”

” બેટા,  ‘શૂન્ય:::શૂન્ય’ની કિન્નાથી પતંગ ભારે રહે અને હું તો ‘ઢીલ-મૂકી’ને કાપું છું   … એટલે પતંગમાં વજન હોય તો દોરી કડક રહે અને   … અડતાક-ને સામે વાળાનું કપાઈ જાય  …”

આમ પિતાશ્રી પાસેથી પતંગ બાજીનું બેસિક-જ્ઞાન મેળવી અને અમારે વહેલી-સવારે પતંગો-નાં-કુરુક્ષેત્રમાં ઉતરવાનું રહેતું  …

અને એમ જોઈએ તો અમારી પતંગ-બાજીની નેટ-પ્રેક્ટીસ દિવાળી પતતા-ની-સાથે-જ શરુ થઇ જતી   … અમદાવાદ-કાલુપુર-ટંકશાળ-ની-પોળ પાસેની અમારી દુકાન નજીકની દુકાનોપતંગનો સીઝનલ-ધંધો પુર-બહારમાં કરતા અને તેથી  … તે નવી-સીઝનની ફીરકી-પતંગો પણ આમારા પિતાશ્રી અચૂક લઇ આવતા   … અને ઉતરાયણ-પૂર્વે દોઢ-મહિનો રોજ સૂર્ય પાસેથી “વિટામીન-D” લઈને અમે અમારો સ્કીન-ટોન તે “આફ્રિકન-ઓરીજીન” કાળો-મેશ જેવો કરી નાખતા   … અને ઉતરાણ આવે ત્યાં-સુધીમાં તો સૂર્ય-સામે આંખ માંડી શકીએ તેવી શક્તિ આવી જતી  … અને લોકો પુછાતા કે, “સૂર્ય સામે દેખાય છે?”  … ત્યારે કહેવું પડતું કે -“સૂર્યમાં જે ટચૂકડું સૂર્ય-ગ્રહણ દેખાય છે તે અમારો-જ પતંગ છે   …”  ….
………

“કાપ્યો છે   … કાટા  … કાઆઆઆટાઆઆઆ  …”

સવારે ઉઠતા-જ હજુ અંધારું હોય ત્યાં સવારના સાડા-પાંચે   … અમને એક ‘તીણો-અવાજ’ હવા ગુંજતો સંભળાતો   …
અને અમે માતૃશ્રીને પુછાતા કે,”હજુ તો આ અંધારામાં કઈ દેખાતું નથી ત્યાં આપણાં ધાબા પર કોણ ચઢી ગયું?  …”

“….. લે   … એતો ‘બહેન’ ગઈ છે ધાબે પતંગ ચઢાવવા  …એને તો ભારે શોખ છે  … તને ખબર તો છે   …”

આ ખોટું  … આપણાં  ‘પુરુષ-પ્રધાન’ રમતોમાં એક અલ્લડ-છોકરીને શોખ હોવો   … અને તે પણ તે પતંગ-બાજી જેવી રમત ઉપર સાલું-ગજબનું પ્રભુત્વ હોવું એટલે?  … એટલે – ઘણા પુરુષોએ તે દિવસે ‘નાલેશી-ભરી-હાર-જ” ભોગવવાની …અને   … ઉપર-થી તેમની પત્ની પાસે સાંભળવાનું કે “જો છોકરી-જેવી-છોકરી કાપી ગઈ તમારો પતંગ  … હવે, ધાબેથી નીચે ઉતારો અને મને રસોઈ-માં મદદ કરો  …”  …ખરેખર  … “સ્ત્રી સામે તમે ‘જીતો’ કે ‘હારો’  … હાર તો તમારી-જ ગણાય   … હે?”  …

તે દિવસે ‘સ્પેશીયલ’ બનેલો ‘ખીચડો કે પછી ‘ઊંધિયું’ જમીને અમે  … અમારી દાદાના-વખતનાં સુથારવાડાની-પોળનાં મકાનનાં ધાબે પતંગ ચઢાવતા   … જેવા ધાબે પહોંચો એટલે   … આકાશનો ‘ભૂરો’ રંગ નહીવત અને કલર-કલરનાં ચોરસ-પતંગો લોટમ-લોટ થતા દેખાય  … સાલો આખો ‘મૂડ’ કલર ફૂલ ઉત્સવ-મય બની જાય  … મારી સાથે મારો કાયમનો સાથી મારો બાળ-સખો-ભત્રીજો કમલેશ હોય  … તે પણ ગજબનો પતંગ-બાજ   … અને અમારા વચ્ચે એક કાયમી સમજુતી કે – “પતંગ કોઈપણ ચઢાવે   … જે પણ 10-પતંગ કાપે એટલે   … બીજાનો વારો – અને ફીરકી પહેલાએ પકડવાની તે-જ પતંગ ઉપર બીજો 10-પતંગ કાપે   … અને પછી પહેલો   … ”   … પરંતુ ત્યાં તો માહોલ એવો હોય કે સામે પતંગો-નું ઝુંડ હોય   … જાણે  કુરુક્ષેત્ર-માં યોધ્ધાઓની ફોજ  … એક કાપવા જાઓ ત્યાં બીજામાં ભેરવાઓ … કોની દોરી ક્યાંથી જાય છે તે ખબર-જ નાં પડે   … એટલે એક વખત ‘ગોથ -મારીને  / નીચો નમાવીને” ખેંચવાનું ચાલુ કરો  … એટલે ખેંચો-ખેંચો-ખેંચો  … અને ઉપર તરફ બાહર આવો ત્યાં 5-7 પતંગ-કપાઈ ગયા હોય ક્યાં તો તમે સાફ-થઇ જાવ   …  એય ને જે ઉતરાણ-ની પતંગ-બાજી જે  ‘કમલેશ’ સાથે માણી છે  … અને તે પણ એવી કે  … એક વખત અમે-બંને એ 47-પતંગ એક-પતંગ ઉપર કાપેલા   … જેમાં એક-ધાબા ઉપરથી ભાર-દોરી ચઢેલી 3-ઢાંઢ એક-સાથે કાપી નાખતા   …તે  સામે વાળા ખીજવાયેલા ધાબા-વાળાઓનો ‘નળિયા-પત્થરા’નો મારો પણ સહન કરેલો  …  

અહી એક અફસોસ જિંદગી ભર રહી ગયો – “ઇનસ્ટરુમેન્ટેશન એન્ડ કંટ્રોલ – એન્જીનીયરીંગમાં છેલ્લા-વર્ષમાં ભણતો બ્રીલિયંટ-આશાસ્પદ મારો બાળ-સખો અને પતંગ-બાજી-પાર્ટનર ‘કમલેશ’ એક-અકસ્માતે યુવાન વયે મૃત્યુ પામ્યો  … અને તે સાથે મારી પતંગ-બાજીનાં શોખનો પણ તે અકસ્માતે અંત આવ્યો   …”
……….

#  ….
છેલા 15-દિવસથી અહી સોશિયલ-મીડિયામાં ઘવાયેલા કબૂતરો અને પક્ષીઓનાં ફોટા સાથેની ‘પોસ્ટો’ જોઇને અમને યાદ આવે છે કે  … તે સમયે પક્ષીઓની સંખ્યા વધારે હતી અને પતંગ-બાજોની સંખ્યા પણ વધારે હતી  … પરંતુ  … ધાબા પરથી પડીને ઘવાતા ધૂની-પતંગબાજોની સંખ્યા તે વખતે પણ ઘવાયેલા પક્ષીઓથી વધારે રહેતી   …
અને આ ‘અહિંસા’નો ઝંડો લઈને ફરતા ‘પક્ષી-પ્રેમી’ પોસ્ટ મુકવા-વાળાઓને કહેવાનું કે  –
“તમે હવે મરઘી ઉછેર કેન્દ્રો ક્યારે બંધ કરવો છો? …કેમ મરઘી તે પક્ષી નથી?”  ….

– જયેન્દ્ર આશરા  …2014.01.14…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s