:::…ક્રિએટીવ-ક્ષેત્ર: આત્મ-અવલોકન જરૂરી તત્વ…:::

Image

:::…ક્રિએટીવ-ક્ષેત્ર: આત્મ-અવલોકન જરૂરી તત્વ…:::

“I did not like your design  … तुम्हारा ‘गैम-डिज़ाइन ‘War’ game लगता ही नहीं है … How can a Dog Vs Cat can be at a war?”  … બસ, બોલી નાખ્યું 8-વર્ષનાં પપ્પુએ તેના હમ-ઉમ્ર મિત્ર મોન્ટુનો ગેઈમ-ડીઝાઈન કે રચનાત્મક-સંદર્ભમાં નવા અભિગમને તોડી પાડવા  … જે બાબત કોઈપણ પ્રકારનું જ્ઞાન ‘પપ્પુ’ ને નથી પણ તે ‘મોટો-જજ’ બની અને ‘મોન્ટુ’ની રચનામક્તા કુંઠિત કરવા પ્રયત્ન કરી રહ્યો છે   … પરંતુ …મોન્ટુએ પણ પોતાનો રસ્તો શોધી-જ લીધો  .. તેને બીજા મિત્રોને પોતાનો આઈડીયા સમજાવ્યો અને અમુક નવા મિત્રો પણ બનાવ્યા કે જેની સાથે તે રમત તે રમી શકે  … આતો ‘મોન્ટુ’ હતો કે જેને પોતાના ક્રિએટીવ-આઈડીયાઝમાં વિશ્વાસ હતો  …  પરંતુ આ સમાજમાં અણ-સમજુ અને અણ-ઘડ લોકોને કારણે આપણે કેટલાંય  ક્રિએટીવ-વ્યક્તિઓ-ને ઉગતા-જ ગુમાવી દઈએ છીએ …

પરંતુ અહી સવાલ એ છે કે  …
“તમારી રચાનામકતા-ક્રિએટીવીટી-ને આગળ વધારવા કે સ્વયમ-સર્જનામકતાને માણવા, શું તમારે ‘અજ્ઞાની-કે-અભિમાની’ અવ્યવહારુ કેહેવાતા-વિદ્વાનોના  વિવેચન-નીચેથી પસાર થવાની જરૂર છે ખરી?”  …

હકીકતે, જેને ક્રિએટીવ-ક્ષેત્રમાં ‘ભગવાન-ની-દેન’ છે એટલેકે લાગણીશીલ-સર્જકો તે હમેશાં તેવી અષા રાખે છે કે બીજા-મિત્રો-વ્યક્તિ  તે વાતને ‘સ્પર્શે-જાણે-પરખે-ઉપયોગ’ માં લે તેવી અપેક્ષા હોય છે અને તેના-કારણે તેઓ બીજા-નાં અભિપ્રાયના અપેક્ષિત બની જાય છે  … અને ત્યારેજ જે કોઈપણ મિત્ર-કે-વ્યક્તિ તે પ્રકારની રચના-સર્જન કરવા અસમર્થ હોય તેવા વિવેચકો બીજા ક્રિએટીવ-ક્ષેત્રનાં જુના-ઘસાઈ ગયેલા ઉદાહરણો ટાંકી અને તે ક્રિએટીવ-વ્યક્તિની ‘આગવી-અલગ’ દુનિયા-જોવાની કે રજૂઆત કરવાની રીતને કુંઠિત-બંધિયાર-પછાત બનાવવા માગે છે   … અને આવા વિચાર-નપુંસક વિવેચકો પોતાને વિધવાન ગણી અને ફુલાય છે   … જ્યારે આપણો સમાજ?  … આપણો સમાજ એક આગવા-અલગ ક્રિએટીવ-વ્યક્તિનું સમાજ પ્રત્યેનું પ્રદાન ગુમાવે છે  … ત્યારે સવાલ એ થાય છે કે શું સમાજ તે દ્રષ્ટિ-હીન + વિચાર-હીન છે?  …અને  ક્રિએટીવ-ક્ષેત્રમા આવો અ-વૈચારિક બંધિયાર ઘેટા-વાદ ક્યારથી-ક્યાંથી ‘ઘુસી’ ગયો …?  … અને તે-પણ છેક સોધીયલ-મીડીયાના મુક્ત-ફલક ઉપર પણ જબર-જસ્તી અમુક-તમુક તે-જ ક્ષેત્રના જાણીતા-નામોના ‘ઘેટા-વાડા’ બનાવવાની ભરપુર-કોશિશ થાય છે?

વાસ્તવમાં –
“હા, આપણે દ્રષ્ટિ-હીન + વિચાર-હીન છીએ જો આપણે નવી વાત-વિચાર-શોધને જોઈ-પારખી-અનુભવીને પોતાનો અભિપ્રાય ‘નાં’ કેળવીએ તો!!!  … તો પછી તમારે પણ તે કહેવાતા-જાણીતા ક્રિએટીવ-લોકોના બંધિયાર ‘ઘેટાં -વાડા’માં બંધ થવા તૈયાર રહેવું  …”

અમુક સંશોધન આધારે આ વાત સમજીએ –
જ્યારે ટેકનીકલ-ડીઝાઈનર ‘ડગ્ઝ-ડીત્ઝ’ (Doug-Dietz) GE Healthcare માટે મેડીકલ-ઇક્વિપમેન્ટ સંશોધન કરી અને ડીઝાઈન કરતો ત્યારે તેને તેના પરફોર્મન્સ ઉપર અભિમાન રહેતું  … એવામાં એક વખત એક હોસ્પિટલમાં પોતાના MRI- મશીનને વપરાશની સ્થતિ ચકાસવા તે સાર્વજનિક-હોસ્પિટલ જાય છે  … ત્યાં જુવે છે કે આવું ભયંકર આકાર વાળું મશીન જોઇને કેન્સર-ગ્રસ્ત બાળકો તે મશીનના બિહામણા સ્વરૂપથી ‘ડરીને’ તેમાં જવાનો ઇનકાર કરે છે અને તે કારણે  કેન્સર-ગ્રસ્તને ‘એનેસ્થેસિયા-ઘેનનું ઈન્જેકસન’ આપવામાં આવે છે  … જે જોઇને ટેકનીકલ-ડીઝાઈનર ‘ડગ્ઝ-ડીત્ઝ’ ‘આઘાત’ અનુભવે છે અને વિચારે છે કે,”આ મશીને હું કેવી રીતે ‘બાળક-સ્વીકૃત’ બનાવી શકું?”  … એટલે તે આખા મશીનને દરિયાના-વહાણ જેવી ડીઝાઈન વડે પેઈન્ટ કરાવે છે અને ખાસ તો પેલા ‘ડરવાના’ સ્કેન-હોલ-એન્ટ્રીની આજુબાજુ તે વહાણનું કંટ્રોલર-વ્હિલ પેઈન્ટ કરે છે… તે રૂમની દીવાલ પણ કોઈ સાહસ-દંતકથાની જેમ તે દરિયાના મોજા અને વાદળોથી પેઈન્ટ કરી તેવો માહોલ રચે છે … અને પછી આશ્ચર્ય જનક પરિણામ આવે છે… વધુ કેન્સર-ગ્રસ્ત બાળકો તે મશીને સ્વીકારે છે અને જાણે  સાહસ કરવા જઈ રહ્યા હોય તેવા અનુભવો તે મશીન-નાં અવાજ-ની-નકલ કરીને આનંદથી રજૂઆત કરે છે… જ્યારે એક નાની-ફૂલ-જેવી કેન્સર-ગ્રસ્ત-છોકરીને એવી મઝા પડી ગઈ કે તે તેની મમ્મીને પૂછે છે કે -“આપણે કાલે ફરીથી આવીશું?”  … અને તે સાંભળીને ટેકનીકલ-ડીઝાઈનર ‘ડગ્ઝ-ડીત્ઝ’ની આંખોમાં સંતોષ-નાં-પાણી આવી જાય છે કે  … એક જરૂરી ક્રિએટીવ-અપ્રોચ આખા કેન્સર માટેની MRI-Scan  માટે આવતા કેન્સર-ગ્રસ્ત-બાળકો માં અનાદ-ઉત્સાહ ભરી શકે છે…

આમ. દરેક ક્રિએટીવ અભિગમ-રચના ને ઉત્કૃષ્ટ બનાવવા આપણે ખુલ્લા-મન-દિમાગથી તેને વધારે અપ્રોચેબલ-સ્વિકૃત બનાવવા પર્તીબદ્ધ તવું જરૂરી છે   …. અને આ ક્ષેત્રમા નાં અનેક પાયદાનોમાં કોઈ-વય્ક્તિ પહેલે પગથીયે તો કોઈ ઉપરના પગથીયે હોય છે   … અને દરેક પગથીયું તમે ત્યારે-જ ચઢી શકો જ્યારે તમે કરેલી ભૂલો તમે પોતાની રીતે પૃથ્હાકરણ કરી અને સમજી શકો   … અહિયાં ક્રિએટીવ-ક્ષેત્રમાં તમે-જ તમારા હરીફ છો  … અને જે દિવસે તમે બીજા-ને હરીફ સમજશો તે દિવસે તમે તેને ‘ગુરુ’ માની અને મન-માં-કે-વર્તન માં તેની કોપી કરતા થઇ જશો  …બીજાને ‘પ્રતિસ્પર્ધી-કોમ્પિટીટર’ નહિ પરંતુ સહ-પ્રવાસી સમજો અને તેમાંથી શિખવા જેવું શીખો … કારણકે ક્રિએટીવીટી ત્યારે “નિપજે” જ્યારે તમે તમારા આત્મા-હર્દય-દિમાગ સાથે એક થાવ …. જ્યારે બીજાની ‘ખોદવા’ વાળા ફક્ત ‘અર્થહીન-વિવેચક’ બનીને રહ્યી જાય છે   …
……..
#
“ક્રિએટીવ-ક્ષેત્રમાં આત્માભિમાન અત્યંત જરૂરી છે   …કારણકે તે મજબુત-ગુણ તમને આત્મવિશ્વાસ સાથે સ્વ-મૂલ્યાંકન કરાવી તમને આગળ વધારશે  …પરંતુ  … તે ‘અભિમાન’નાં બની જાય તેનું ધ્યાન રહે   … કારણકે ‘અભિમાન’ આપની ક્રિએટીવ-ક્ષમતાને ‘બંધિયાર’ કરી શકે છે   …”

અને  … સોશિયલ-મીડિયા *પિઅર-પ્રેશરનો માહોલ જોતા – “જો તમે આત્માભિમાન-કે-આત્માવલોકન ‘નાં’ ધરાવતા હોવ તો  … ફાલતુ અજ્ઞાનીઓ-અભિમાનીઓ  પણ તમારી કૃતિને પત્થારા મારી ને તમને ઘાયલ કરશે  …”

-જયેન્દ્ર આશરા  …2014.01.23…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s