:::…ઈન્ટરનેટ-યુગનાં છોકરાઓ ઉપર શ્રેષ્ઠ્તમ પરફોર્મન્સનું માનસિક-દબાણ…:::

Image

:::…ઈન્ટરનેટ યુગનાં છોકરાઓ ઉપર શ્રેષ્ઠ્તમ પરફોર્મન્સનું માનસિક-દબાણ…:::

ઈન્ટરનેટ યુગ આવ્યો અને છોકરાઓ ઉપર શ્રેષ્ઠ્તમ પરફોર્મન્સનું હમઉમ્ર-માનસિક દબાણ વધતું ચાલ્યુ છે… જો તેમના હાથમાં મસ-મોટો-મોંઘો-મોબાઈલ ‘નાં’ હોય અને બ્રાન્ડેડ-કપડા કે શુઝ નાં હોય તો તેમને અતિ-સામાન્ય ગણવામાં આવે છે… કારણકે ચારો-તરફ ઉત્કૃષ્ટ બાહ્ય-દેખાવ અને ખિસ્સામાં રૂપિયાની-ગડ્ડી  હોવી-જ જોઈએ તેવા છીછરાં-ભૌતિક મુલ્યોએ સામાન્ય-સમાજ માંથી આવતા સામાન્ય છોકરાઓ ઉપર માનસિક દબાવ ઉભો કરી દીધો છે… અને ઉપરથી તેમના નજીકના પછાત-બંધિયાર સામાજિક-વિચારધારાઓના ‘મદ’માં રાચતા લોકોને ખ્યાલ-જ નથી કે ‘છોકરાઓ’ની જિંદગી કેટલી મુશ્કેલ થઇ ગઈ છે… ફક્ત લિંગ-ભેદને કારણે એવી માન્યતા ફેલાવી દેવાઈ જાય છે કે છોકરાઓ સમાજને ચલાવવા વાળાં ‘યોદ્ધાઓ’  ….સમાજ હવે તે કોઈરીતે સમજવા તૈયાર-જ નથી કે સમાજ-ની ઉપરની પાયદાનમાં રહેવું કેટલું ‘એકલતા-ભર્યું’ છે અને જ્યારે વડીલો “તું મર્દ કહેવાય”નાં નામે માનસિક-દબાણ આપે છે અને તેમની હાલત એક ‘લાગણી-હીન – પશુ’ જેવી કરી નાખવા મથે છે  … એક તરફ ભણવાનું-કમાવવાનું દબાણ અને બીજી તરફ શ્રેષ્ઠ શારીરિક અને કપડા દ્વારા બાહ્ય દેખાવ સંવારવાની દોટ અને તમના હાથમાં ફક્ત દિવસ 24-કલાક-જ… સમાજ જયારે જેન્ડર-બાયસ્ડનાં રીવર્સ-ગિયરમાં ચાલી રહ્યો છે તે-રીતે બીજી તરફ છોકરીઓને તો જન્મ-જાત પોતાની લાગણીઓ વહાવવાનો અધિકાર મળ્યો છે  … અને તે ફક્ત સ્ત્રી-જાતી છે તે કારણે સાલી બધી ‘સહાનુભુતિ’ પણ તેઓ-જ ખાટી જાય છે… અને તદ્દન તેથી  વિરુદ્ધ અહી છોકરાઓની કેવા પ્રકારની મુશકેલીમાંથી પસાર થઇ રહ્યા છે તેવી લાગણીની નોંધ પણ ક્યા લેવાય-જ છે  …?  … પછાત-બંધિયાર-વિચારધારાઓ મુજબ ચાલતા સમાજને ખ્યાલ પણ છે કે આજે ઈન્ટરનેટ-યુગમાં છોકરાને પોતાને ‘ગર્લ-ફ્રેન્ડ’ નથી તે-વાત તેને કેટલો  હીણપત-નો-અનુભવ કરાવે છે!!!… કે -“નથી તેમના ખિસ્સામાં રૂપિયાની ગડ્ડી – નથી હાથમાં સારી ડીગ્રી – કે નથી સારો બાહ્ય દેખાવ   …” … સો બ્લડી પથેટીક કંડીશનસ ઓફ અ નોર્મલ હ્યુમન …

ઉદાહરણ – આ સત્ય ઘટના છે –
અમદાવાદની એક કોલેજ-નો GS કોલેજ-ઈલેક્શન દરમિયાન એક જુનિયર છોકરીના આછકલા-પરિચયમાં આવે છે અને તેને બન્ને એક-બીજાને પ્રેમ કરવા લાગે છે… અને કોલેજ-ઈલેક્શન દરમિયાનનાં તેની સાથેનાં ફોટા ઘરમાં-પરિવારને બતાવીને તેને ‘ગર્લ-ફ્રેન્ડ’ જાહેર કરી દે છે  … તે પણ ‘છોકરી’ ની સંમતિ વગર અને ફક્ત તેના લુખ્ખા-મિત્રોનાં કહેવાથી કે,”ભાભી (તે છોકરી) અને તારી જોડી જામે છે  … યાર!!! ” … અને જ્યારે વર્ષના અંતે તે ‘મર્દ” કે જેનું કોલેજમાં બહું-જ માન છે અને તે છોકરી સાથે વ્યવસ્થિત “પ્રોટેક્ટેડ સેકસુઅલ-રીલેશન’ પણ છે… એ કોલેજ-GS તે છોકરી સામે લગ્ન-નો-પ્રસ્તાવ  મુકે છે ત્યારે છોકરી સંભળાવી દે છે કે – “મને તો કેનેડાથી માંગુ આવ્યું છે અને લગભગ ‘ફાઈનલ-જ’ છે  … અને આતો યુવાનીની નાં પ્રયોગો કહેવાય એવી “ટેમ્પરરી જરૂરીયાત માટે હું શું કામ કાયમી કમીટમેન્ટ કરું?” લાઈફ-ટાઈમ કમીટમેન્ટ માટે મને તો રામ-લીલાનો ‘રણવીર-સિંગ’ જેવો મસ્ક્યુલર છોકરો પસંદ પડશે  … સોરી!!!  …” અને પેલો આખી-કોલેજનો લીડર પરંતુ દેખાવ અને પૈસે સામાન્ય તે રીતસરનો ‘રોઈ-પડે’ છે  … કે હવે હું ઘરે શું જવાબ આપીશ? અને મિત્રો મારી મજાક કરશે  … અને તે ઊંડી-નિરાશામાં ડૂબી જાય છે કે… તે પોતાને અત્યંત-કદરૂપો અને શક્તિ-હીન નાં-મર્દ છે સમજવા લાગે છે  …

આ ઉપર્યુક્ત ઉદાહરણમાં સમાજ -મિત્રો દ્વારા ઉભી કરવામાં આવતી આવી ગેર-માન્યતા કે “ગર્લ-ફ્રેન્ડ તો હોવી-જ જોઈએ” તે બાબતે મોટો વાંક મીડિયા-ફિલ્મોનો છે   … જ્યારે વાસ્તવિકતાથી જોજનો-દુર તેમને એવું વાતાવરણ અને માન્યતા ઉભી કરી નાખી છે કે જો તમે ઊંચા-ગોરા–મસ્ક્યુલર નહિ હોવ તો તમને કોઈ છોકરી પસંદ પણ નહિ કરે  …જ્યારે 90% છોકારાઓ દેખાવે ટોલ-ડાર્ક-હેન્ડસમ હોતાં-જ નથી અને 90% છોકરીઓ આ મુર્ખ-વિચારધારાએ પ્રેરાઈ અને બસ એવોજ છોકરો શોધી રહ્યી છે  … આ ફિલ્મ-મીડિયાને આ બાબતે અવાસ્તવિક-અભિગમ ફેલાવવા માટે સમાજે ‘વિચાર-લાત’ મારવી જોઈએ  …

આપણે આજે સોશિયલ-મીડિયામાં જોઈએ-વાંચીએ તો તમને હજારો-લાખો પોસ્ટ્સ ફક્ત – “સ્ત્રી-જાતિનું સન્માન કરો  …”  … “છોકરીઓને જીવન સંવારવામાં સપોર્ટ કરો  …” મળી આવશે  … પરંતુ કોઈ એક પોસ્ટ બતાવો કે સમાજમાં આ છોકારાઓની વર્તમાન-વિપરીત પરિસ્થિતિ વિષે બે-શબ્દ પણ કહે!!! … કેમ તેઓ જંગલી છે? છોકરાઓ તે માનવ-જાતીમાં ‘નાં’ આવે?  …અને 0.0001%  પુરુષ બળાત્કાર કરે તેમાં આખી પુરુષજાતી ‘બળાત્કારી’ થઇ જાય?  …

અહી મારો નાનો-સામાન્ય-પ્રયાસ તે પોતાની તરફેણમાં નાં બોલી શકતા શરમાળ અને એકલતા-અનુભવતા તેવા મારા ‘ભાઈઓ’ પ્રતિ  છે   … અને મિત્રો-ભાઈઓ, હું કોઈ તમને છોકરી કે ગર્લ-ફ્રેન્ડ મેળવી-આપવા વાળો લવ-ગુરુ નથી  … મારે તમને કહેવાનું કે –  “દરેક વય્ક્તિ આગવું વ્યક્તિત્વ ધરાવે છે અને તેમનું આ પૃથ્વી પર પોતાનું એવું આગવું કાર્ય-ક્ષેત્ર નિશ્ચિત છે  …અને તે-જ અંતિમ સત્ય છે  … ”  અને મૂળ વાત  -” જેને તમે પ્રેમ કરો તેની સાથે લગ્ન ‘નાં’ થાય તો ચાલશે પણ જે તમને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન થાય તો તમારું જીવન ‘સ્વર્ગ’ બની જશે   …” એટલે મારા યુવાન-મિત્રો-ભાઈઓ તમને એટલું-જ કહીશ કે – “તમે જે છો તેવાજ રહો અને આત્મવિશ્વાસ રાખી તમારા ગમતા વિષયમાં પ્રગતિ કરતા રહો  … કોણ જાણે “ક્યારે-ક્યા-કેવીરીતે-કઈ” છોકરી આવીને તમારી ‘છાપ’ તેના હૃદય પર કોતરીને કાયમ-માટે તમારી થઇ જશે   … દિલ-સે  …”

……….
#
આજે અમારે અમારા સ્ત્રી-વર્તુળને એક સવાલ કરવો છે અને વિનતી છે, તે અમને પ્રામાણિકતાથી જણાવે કે  –
“તમે તેવો કોઈ સામાન્ય-દેખાવનો છોકરો પસંદ કરશો કે, જે તમને ‘રાજ-કુંવારી’ ની જેમ સાચવે
…… કે પછી  …
તમે તેવા ‘હોટ-હન્ક-છોકરા’ને પસંદ કરશો કે, જે તમને ‘પગ-લુછણીયાં’ની જેમ વાપરે  …”  …

સાથે-સાથે અમારી સહાનુભુતિ તેવી દરેક છોકરીઓ-સ્ત્રીઓ સાથે છે કે જેઓ -“બાર્બી-ડોલ ની ‘ફિગર’ને આદર્શ માને છે અથવા તો તેવી ફિગર ‘નાં’ હોવાને કારણે ધિકકારાય છે… મજાક પાત્ર બને છે   …”

– જયેન્દ્ર આશરા  …2014.01.31…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s