:::…ઉજવે રોજ … હેપ્પી વેલનટાઇન …આ સૂર્ય પણ…:::

Image

:::…ઉજવે રોજ … હેપ્પી વેલનટાઇન …આ સૂર્ય પણ…:::

આ સૂર્ય પણ
સાલો કેવો નફફટ  
પકડી હાથ
પૌરુષત્વથી
શરમાતી  ‘સંધ્યા’નો,
ભરી બાહોમાં
લજ્જિત કન્યા
‘સંધ્યા’ને રોમે
ફૂટી ટશરો    
સહચર્યની
મદહોશીમાં
સૂર્યના વિશ્વાસે
ગૃહ ત્યાગી
*  *  *  *  *
વિશ્વાસઘાતી
સૂર્યની બેવફાઈ
તરછોડી તે
‘સંધ્યા’ રાણી    
લઈ ભાગ્યો ‘નિશા’
નવેલી રાણી
સૂર્ય સંગીની  
‘નિશા’ સહ શૈયાએ
ચાંદની મધુરે
મધુ-રજની ઉજવે
પરોઢ પર્યંત
*  *  *  *  *
બદલે શૈયા
નફફટ સાલો ક્યારે
નીશ પ્રભાતે
પ્રેમ-રંજીત
ચુંબન કરી ‘ઉષા’ને
તરવરાટે  
 ‘હોટ-હંક’ જોગીંગ
પર નીસરે  …
* * * * *
આ સૂર્ય પણ
સાલો કેવો નફફટ  
એક રાત્રીમાં
હર દિવસ
ત્રણ પ્રેમિકા સંગ
રાખે સંસર્ગ !!!
ઉજવે રોજ
હેપ્પી વેલનટાઇન
આ સૂર્ય પણ  ……….!!!!

– જયેન્દ્ર આશરા  …2014.02.14…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s