:::…આવી નોકરી કોણ કરે?…:::

Image

:::…આવી નોકરી કોણ કરે?…:::
.
અત્યારના સમયના ભયંકર-મંદીનાં માહોલમાં એક ચેલેન્જીન્ગ-રસપ્રદ (નોકરી) જોબ-પ્રોફાઈલ માટે એડવરટાઈઝમેન્ટ આવે છે …
.
“જોઈએ છે – 24 X 7 “મલ્ટી-ટાસ્કર” જેઓ નર્સિંગ-એકાઉન્ટન્ટ – મેનેજર જેવા વિવિધ કાર્યમાં નિપુણ હોય અને સતત કાર્ય કરવાની અદ્ભુત-ક્ષમતા ધરાવતા હોય, કે-જે કોઈપણ સમયે અણધારી સમસ્યાનું નિવારણ કરવા તત્પર હોય … તેવા-જ વ્યક્તિઓએ આ જોબ માટે એપ્લાય કરવું … જેનો સમ્પર્ક અને ઇન્ટરવ્યુ સ્કાઇપ-આઈડી” તથા “સ્કાઇપ-વિડીઓ-ટોક”થી થશે … જે કોઈ વ્યક્તિને એપ્લાય કરવાની ઈચ્છા હોય તે સ્કાઇપ-આઈડી -“24X7-કામજ્કામ” ઉપર નીરજા-નૌટીયાલ ને સંપર્ક કરે…”
.
આવા આર્થિક-નબળા-વર્ષમાં કોણ આવી “હાઈ-પ્રોફાઈલ” જોબ માટે એપ્લાઇ નાં કરે!! … ધડા-ધડ અધધ-જોબ-એપલિકેશનસથી સ્કાઇપ-એકાઉન્ટ ઉભરાઈ ગયું … પરંતુ શરૂઆતમાં ફક્ત ૩-યુવા એપલિકાન્ટનાં જોબ-ઇન્ટરવ્યુ સ્કાઇપ-વિડીઓ દ્વારા થાય છે … જે ૨૧વર્ષીય-શીતલ . ૨૫ વર્ષીય – સુબોધ . ૨૮ વર્ષીય – કંગના હોય છે …
…..
નીરજા-નૌટીયાલ પોતાનું લેપટોપ-ઓન કરી અને ત્રણેય-એપલિકાન્ટને ઇન્ટરવ્યુ માટે સવારે ૮:૩૦-ઠે સંપર્ક કરે છે   … કે જેઓ અગાઉ-એમેઈલ જોબ-ઇન્ટરવ્યુનાં સમયની માહિતી મુંજબ ૫-મિનીટ પહેલા-જ આ જોબ-ઇન્ટરવ્યુ માટે લોગ-ઇન થયા હોય છે …આ “મલ્ટી-ટાસ્કર” ઇન્ટરવ્યુનાં સવાલ-જવાબ અત્યંત-રસપ્રદ રહ્યા …

મજબુત ઇન્ટર-પર્સનલ-સ્કીલ્સની માલિક આ સુંદર-નમણી નીરજા પોતાના મધુર-આત્મ વિશ્વાસથી ભરપુર અવાજમાં ઈન્ટરવ્યું ચાલુ કરે છે – “હું નીરજા-નૌટીયાલ, કંપની હ્યુમન-રિસોર્સ મેનેજર, તમને પ્રાથમિક માહિતી આપી રહ્યી છું કે – આ હાઈ-પ્રોફાઈલ જોબ ખુબ-જ ડીમાન્ડીંગ હોવાથી તમને ૩-ને તમારા પ્રભાવશાળી-“રેઝ્યુમે”નાં આધારે પસંદ કરાયા છે… આ જોબ વિષે જાણવા અને કન્વર્શેશન ચાલુ કરવા તમારા-માંથી કોઈ ૧- એપલિકાન્ટ તે જોબ-પ્રોફાઈલ વિષે સવાલથી શરૂઆત કરી શકો છો …”
.
મધ્યમ વર્ગમાંથી આવતી અત્યંત-ખંતીલી ૨૧ વર્ષીય-શીતલે કે જે સામાન્ય એકઝીકયુટીવ છે તેને કુતુહલ-વશ આ હાઈ-પ્રોફાઈલ જોબ ડીટેઇલ જાણવા સવાલ કર્યો – “નીરજા, આ હાઈ-પ્રોફાઈલ “મલ્ટી-ટાસ્કર” જોબ માટે કઈ-કઈ સ્કીલ્સ-માં ક્ષમતા કે ક્વાલીફિકેશન હોવું જરૂરી છે … ?
.
નીરજા – “શીતલ, આ જોબ અનેકો સ્કીલ્સ-સેટમાં નિપૂર્ણતા માંગે છે, જેમકે – નર્સિંગ . કુકિંગ . હાઉસ કીપ્પીંગ – એકાઉનટીંગ – ટીચર – મેનેજર અને બીજી ઘણી જીવન-સર્વાઈવલ-સ્કીલ્સ હોવી જરૂરી છે   …”
.
શીતલ અધીરાઈ થી – “અરે …. આટલા બધા ક્ષેત્રમાં જ્ઞાન-અનુભવ હોવો-જ અશક્ય છે   .. અને જો આટલું શિક્ષણ મેળવીએ ત્યાં સુધીમાં તો ઘરડા થઇ જઈએ ઘરડા … “
.
જે હમણા-જ નોકરીમાંથી બરતરફ કરાઈ છે અને પોતાનું ઘરનું બજેટ અને પોતાનાં કુટુંબ વચ્ચે પીસાઈ રહ્યી છે તે ૨૮ વર્ષીય – કંગનાનાં એ ઉતાવળે સ્વયં-લક્ષી સવાલ પૂછાયો – “નીરજા-મેમ, આ જોબમાં સેલરી કેટલી મળશે અને તે સેલરી વધવાની સાઈકલ કઈ રહેશે? અને ખાસ તો વર્ષની કેટલી રજાઓ મળશે? … દર સેટર-ડે અને સન-ડે રજા મળશે કે શું? …”
.
મલકાતા-મુખે નીરજા – “કંગના, ના-જી … આ જોબમાં તમને સેલરી બિલકુલ નહિ મળે … અને આ “મલ્ટી-ટાસ્કર” જોબ તે 24 X 7 X 365 દિવસ-ની છે … આ જોબમાં કોઈ બ્રેક-કે-રજા નથી … સતત કાર્ય કરવાનું છે   … અને કોઈપણ અણધારી મુશ્કેલીનો સામનો કરવા ખડે-પગે રહેવાનું છે …”
.
કંગના નિરાશ થતા – “આ તો અ-માનવિય જોબ છે   … આવી જોબ તો કોઈ મશીન પણ નાં કરી શકે …”
.
૨૫ વર્ષીય સુબોધ જે પોતાની અગાધ-મહેનતથી પોતે આસિસટન્ટ-મેનેજરની પોસ્ટ ઉપર પહોંચી ગયો છે … તેને એક મહત્વકાક્ષી સવાલ પૂછ્યો – “માનો કે હું આ બધું કરી શકુ છું … તો આ “મલ્ટી-ટાસ્કર” જોબ માટે “પ્રમોશન” સાઈકલ કઈ છે? અને આ જોબમાં શું “ઇન્સેન્ટીવઝ” છે? …”
.
નીરજા એ હસતા કહ્યું – “આ જોબમાં કોઈ-જ ઇન્સેન્ટીવ નથી અને જ્યાં સુધી તમે આ જોબ કરો ત્યાં સુધી તમને કોઈ પ્રમોશન નહિ મળે … કારણકે તમે એક-જ-જણ આ ટીમમાં છો અને સર્વે-સર્વાં છો … તમારે એકલે-હાથે 24 X 7 X 365 દિવસ થાક્યા વગર સતત કામ કરવાનું છે   … આ “મલ્ટી-ટાસ્કર” જોબ કોઈપણ રીવોર્ડ-ની આશા રાખ્યા વગર સંપૂર્ણ નિષ્ઠાથી કરવાની છે   …”
.
હવે શીતલ – કંગના – સુબોધ અકળાઈ જાય છે   … અને એક-સાથે છેલ્લો ઉત્સુક સવાલ કરે છે – “… આવી “મલ્ટી-ટાસ્કર” જોબ તે 24 X 7 X 365 દિવસ ની – તે પણ વગર પ્રમોશન કે ઇન્સેન્ટીવે – ઝીરો-સેલરીડ – કોઈપણ એપ્રીશીયેશન વગરની “અ-માનવિય” જોબ-પ્રોફાઈલનું હેડીંગ-ટાઈટલ શું છે …”
.
નીરજા શાંત-અવાજે એક-જ શબ્દમાં જવાબ આપે છે – “માં = માતૃત્વ” …
….
#
દોસ્તો અને સખીઓ …
આ-જે માતૃ-દિને હમણા-ને-હમણા-જ આપની મહાન-માતૃશ્રીની પાસે આશીર્વાદ મેળવો અને એક ટાઈટ-હગ આપો … અને જો તે બાહર-ગામ હોય તો તાત્કાલિક ફોન-ઉપર અભિવાદન કરો અને આશીર્વાદ લો … પરંતુ જો આપના મહાન-માતૃશ્રી હયાત નાં હોય તો   … તેમનો “ફોટો” તમારા ઘર-નાં ભગવાનનાં મંદિરમાં સ્થાપિત કરો …
.
કારણકે – “જનની ની જોડ દોસ્તો-સખીઓ નહિ જડે …તે નહિ-જ જડે …”
.
– જયેન્દ્ર આશરા …૨૦૧૪.૦૫.૧૧…
.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s