:::… નિજાનંદ-મસ્તીમાં ઓક્સીટોસીન-ડોપોમાઈનથી નાહ્યી-નિતરો…:::

Image

:… નિજાનંદ-મસ્તીમાં ઓક્સીટોસીન-ડોપોમાઈનથી નાહ્યી-નિતરો…:::
.
વિશ્વ આખું સફળતાની અને નિષ્ફળતાની પછડાટો ખાઈને દૂ:ખી છે… સુખ તરફની સતત અસંતોષી-ગતિ તેમને દુ:ખી કરે છે… જે છે – તેનાથી સંતોષ નથી… જે વસ્તુ-દ્રવ્ય-વય્ક્તિ નથી પામ્યા તે વાતથી દૂ:ખી છે… બહુ ઓછા છે કે જે “લક્ષ-ઘેલા” છે… તેમને જે ધાર્યું છે તેની પાછળ તેઓ પોતાના વર્તમાનનો સતત ઉપયોગ કરી અને પરિણામોની મુલવણીથી પોતાને વધુ સક્ષમ કે તે લક્ષ-તરફ સફળતા પૂર્વક સરકાવે છે… તેઓની મનો-સ્થિતિ યોગ-ધ્યાન કે કાર્ય-લક્ષી-સમાધિ જેવી છે… તેઓને ફક્ત “સફળતા”ની પડી છે… નિષ્ફળતાના ઢગલાને તેઓ અનુભવ ગણાવે છે… તેઓ પોતાનાં લક્ષથી અચલ છે… તેઓ સફળ હોય કે નિષ્ફળ પરંતુ તેમનો “ઔરા” અદભુત હોય છે… કારણકે તેઓ નિજાનંદ-મસ્તીમાં ઓક્સીટોસીન-ડોપોમાઈનથી નાહ્યી-નિતરી રહ્યા છે…
.
એમ જોઈએ તો, સમાજના સામાન્ય સુખ-દૂ:ખનાં અનુભવથી અલિપ્ત હોવું જેવી શારીરિક-માનસિક સ્થિતિ તે તો ફકિરી – ગાંડપણ – સ્વચ્છંદતા કહેવાય… તે સામાન્ય મનુષ્યનો ગુણ નથી… પરંતુ એક વાત અદભુત છે કે તેઓ અંતર-મનથી ખુશ હોય છે… તો એવું કેમ થતું હશે?… તેમની આનંદ-દૂ:ખ અપાવતી ઓક્સીટોસીન-ડોપોમાઈનની અનુભૂતિનું શું? તો તેવા જીવન લક્ષનું શું તાત્પર્ય?
.
“સત્ય-ઘટના :: ઇશાન સામાન્ય કુટુંબ અને નાના-શહેરમાંથી આવતો અત્યંત-તેજસ્વી યુવાન છે… તે દુનિયા-નાં સ્પર્ધનાત્મક વાતાવરણથી અજાણ છે … કોઈપણ કલાસીસ-કે-ટ્યુશન વગર તેનો ૧૨માં-ધોરણમાં CET માં ગુજરાતમાં 34th-રેન્ક આવ્યો …અને રાજ્યની બેસ્ટ “નીરમાં-યુનીવર્સીટી”માં કોમ્પ્યુટર-એન્જીનીયરીંગમાં પરવેશ મેળવ્યો… તે ૬-મહિનામાં-જ કંટાળીને કહે છે-”આ લોકોને ભણાવતા નથી આવડતું અને વાહિયાત કોર્ષ દાખલ કરી દીધા છે…” તે શ્રેષ્ઠ- યુનીવર્સીટીનું એન્જીનીયરીંગ છોડી અને પોતે સામાન્ય Bsc-externelમાં પ્રવેશ મેળવી અને પોતાની બચતથી એક ટેલીસ્કોપ + કેમેરો ખરીદે છે …અને ખગોળ-વિજ્ઞાન (astronomy Or Astro-Physics)માં પોતાનાં વાંચન-સમજ-મહેનતથી આગળ વધે છે… હજી Bsc-Final બાકી છે ‘ને તે રાષ્ટ્રીય-કક્ષાએ લેવાયેલી સાઈન્સ-રિસર્ચ માટેની એક્ઝામમાં ૧૨૩-રેન્ક પ્રાપ્ત કરે છે … અને હવે તે ભારતનો એક ઉત્તમ Astro-Physics Scientist – ખગોળ વૈજ્ઞાનિક બનવા જઈ રહ્યો છે …તેનું લક્ષ ફક્ત અને ફક્ત ઉત્કૃષ્ટતાની પ્રાપ્તિ હતું અને રહેશે …”
.
આ એકલક્ષી-મનોસ્થિતિ ત્યારે મળે કે જ્યારે તમે ઓક્સીટોસીન અને ડોપોમાઈનની પ્રાપ્તિ કરાવતા તમારા મન-ગમતા કાર્ય કરો… સામાન્ય રીતે વૈજ્ઞાનિક – સંગીતકાર – લેખક – ચિત્રકાર – સાચા સંત ફકીર યોગી સતત પોતાને ઉત્કૃષ્ટતાએ પહોંચાડવાની અભાન-કાર્યશૈલીને કારણે સતત ઓક્સિટીક – ડોપોમાઈનીક એન્જોય કરતા હોય છે… જો તમે પણ તમને અત્યંત-ગમતું કામ કરો અને સ્વયં સાથે સ્પર્ધા કરો તો તમે “ઉત્કૃષ્ટ-આદર્શ = Excellence”ની શોધમાં રહેવાના પછી “નંબર-1″ જખ મારે છે … કારણકે તમે-જ તમારા પ્રતિસ્પર્ધી… 1 – To – Nth તમે-જ તમે … અને તેવી જિંદગી કે માનસિક અવસ્થાની મજા છે…

……
#
પરંતુ આ શક્ય છે ખરું કે – “તમે-જ તમારા પ્રતિસ્પર્ધી… 1 – To – Nth તમે-જ તમે…” … પૂછી જુઓ આઈનસ્ટાઇન – વાનઘોઘ – લિઓનાર્ડો દ-વિન્ચી ને… એમનું કામ અને નિષ્ફળતાનાં ઢગલા પાછળની આંશિક-અદ્ભુત સફળતાની જગતને જાણ છે …
.

– જયેન્દ્ર આશરા …2014.05.27…
.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s