:: ફેસબુક કથા :: દુનિયા રંગીન કે બ્લેક એન્ડ વ્હાઈટ? :: 1.2.3 1/2 ::

AfricanQueen-03

:: ફેસબુક કથા :: દુનિયા રંગીન કે બ્લેક એન્ડ વ્હાઈટ? :: 1.2.3 1/2 ::
.
અમારા અમુક મિત્રની વિચાર કે સમજ-મર્યાદા જોઇને આજે એક દ્રષ્ટાંત વાર્તા યાદ આવે છે …
.
એક કોલસાના ખાણનાં કરોડ-પતિ તેવા પિતાના પુત્ર “દિવ્યચક્ષુ”ને કાયમ વિશ્વભરના મેગેઝીન જોઇને એમ થતું કે – “દુનિયામાં આવા તે “રંગીન-ફૂલ” ઉગતા હશે ? અને આવું સ્વચ્છ પાણી? આ મેઘ-ધનુષ્ય તો નાં-જ હોય?” … એટલેકે તેની સમજ-વિચાર તે કોલસાના ગામમાં રહી અને બ્લેક એન્ડ વ્હાઈટ-જ રહી ગયેલાં … પરંતુ તેનું મન સાહસિક એટલે વિશ્વ-ખેડવાની અને રંગીન-દુનિયા જોવાની અદમ્ય ઈચ્છા ધરાવે …
.
એક દિવસ અડધી રાત્રે પોતાના માતા-પિતાને કહ્યા વગર તે તો નીકળી પડ્યો પોતાના બ્લેક-બ્યુટી ઘોડા ઉપર દુનિયાને જોવાને…. રાત્રિનું અંધારું ઘોર એટલે ફક્ત ચંદ્રના પ્રકાશે તે પોતાનો ઘોડા સાથે તે રાત્રીના અંધકારમાં બ્લેક એન્ડ વ્હાઈટ દુનિયા “સમજતો” ચાલી નીકળ્યો …અને થાકીને ઘોડા ઉપર-જ સુઈ ગયો … ઘોડો તેની આપ-મેળે પોતાને ગમતા રસ્તે ચાલતો રહ્યો… સૂર્ય હવે ઉગવાની તૈયારીમાં હતો …. ચારે દિશામાં પક્ષીઓના સુમધુર સંગીતમય કલરવ સંભળાવવા માંડ્યા … અને ઘોડો અચાનક એક જગ્યાએ થંભી ગયો …
.
ઘોડા ની ચાલની રિધમ થંભી જાય છે અને કરોડો-પતિ બાપનો એક-નો-એક પુત્ર “દિવ્યચક્ષુ” સફાળો જાગી જાય છે …અને શું જુવે છે!!! – “મેગેઝીનમાં જોયેલા રંગીન ફૂલોથી પણ વધારે સંખ્યામાં ફૂલો … અને ત્યાં સૂર્યની દિશામાંથી ઉંચે-થી પડતો ધોધ અને તેનું ઘૂઘવતું સંગીત, સાથે તે ધોધની આજુ બાજુ રચાતું ધુમ્મસ અને તે ધુમ્મસને ભેદી આવતા સૂર્યના સોનેરી કિરણો … અને તેનાથી રચાતા અસંખ્ય “મેઘ-ધનુષ્ય … દુનીયા આખી રંગીન-જ રંગીન અને તેની સાથે સંગીત રેલાવતા કોયલ અને અને પપીહાંના સવારે રેલાતા સંગીતમય સુરના તાલમાં નાચવા લાગે છે… પોતાના સામાનમાં સાથે લાવેલી નોટ-બુકમાં લખવા જાય છે … અને કવિતા સર્જાય છે … શબ્દ શ્રુંખલા હર્દય મહી થી સ્ફુરે છે… આવું તો તેને કોઈ દિવસ લખ્યું નાં-હતું અને તેવું તે અનુભવે છે… તે પોતાની બેગમાંથી એક કોરો-કાગળ કાઢી અને તેમાં તેને નજર સામે જે દેખાય છે તે રેખા-ચિત્ર દોરે છે … અને આજુબાજુના ફૂલોને તોડી તેના તાજા રંગ તે દોરેલા પતંગિયા -મેઘધનુષ્ય -ફૂલો-નદી-ધોધમાં પૂરે છે … સુંદર રંગીન ચિત્ર બનાવે છે …
.
હવે દિવ્યચક્ષુને તાલાવેલી લાગે છે કે આટલા સુંદર દેશનો માલિક કોણ? … એટલે તે પોતાના બ્લેક-બ્યુટી ઘોડા ઉપર થોડો આગળ જાય છે ત્યાં એક ગામ નજરે પડે છે … ગામમાં જુવે છે તો બધાં નીચું જોઇને ચાલતા નીરસ માણસો દેખાય છે… તે તેમને તેમના મુખીયાનું ઘર બતાવવા કહે છે… અને તે યુવાન-મુખીયાનાં ઘરે પહોંચે છે … તે ઉત્સાહમાં આવી અને તેમના પ્રદેશના રંગીન હોવાના ખુબ વખાણ કરે છે… યુવાન-મુખીયા તેની સામે આશ્ચર્ય-ધૃણા સાથે જોઈ રહે છે અને કહે છે કે અમારો પ્રદેશ તો સામાન્ય છે … અને ફક્ત બે-જ રંગ છે “બ્લેક એન્ડ વ્હાઈટ”… તો પણ “દિવ્યચક્ષુ” હજુ પણ તેના પ્રદેશના વખાણ કરતો પોતાનું પેઈન્ટીન્ગ બતાવે છે … યુવાન-મુખીયા ખડખડાટ-હશે છે અને તેને પાગલ કહે છે અને કહે છે કે – “આ પેઈન્ટીન્ગ પણ તો “બ્લેક એન્ડ વ્હાઈટ” જ છે … ક્યાં છે બીજા રંગો? 2-જ તો રંગ છે “બ્લેક એન્ડ વ્હાઈટ” …હા હા હા હાહાહ … ”
…..
.
દુ:ખ સાથે જણાવવાનું કે અમુક મિત્રો પોતાની સમજ – અક્કલ -દ્રષ્ટિની મર્યાદા જગ-જાહેર કરી રહ્યા છે … આ મિત્રોને ક્યાય સારા શબ્દો કે વિચારોની શબ્દ-શ્રુંખલા કે કવિતા કે પેઈન્ટીન્ગ તેમની “બ્લેક એન્ડ વ્હાઈટ” સમજ-અક્કલ મર્યાદાને કારણે સમજાતી-જ નથી અને બીજા મિત્રો કે જે આ રંગીન કલરફૂલ દુનિયા અનુભવી શકે છે – માની શકે છે – જાની શકે છે તેમની મજાક ઉડાડી અને પોતે જાતે “મજાક-પાત્ર” બની રહ્યા છે…આવા માર્યાદિત “બ્લેક એન્ડ વ્હાઈટ” સમજ-અક્કલ વાળા મિત્રો પોતાની દ્રષ્ટિ કેળવી શકે તેમ છે … પરંતુ તે માટે અથાગ પ્રયત્ન કરવો પડશે કે તમે કૈક સમજ કેળવી શકો … નહીતો સહેલો રસ્તો એ-જ કે -“પોતાની “બ્લેક એન્ડ વ્હાઈટ” સમજ-અક્કલસ નું પ્રદર્શન બંધ રાખવું …”
.
……..
#
મારા મિત્રો, કોઈપણ સર્જક કવિ – પેઈન્ટરની મજાક ઉડાવતા પહેલા એ વાત વિચારવી લેવી કે – “આપણે ક્યાંક કોલસા-ની ખાણમાંથી કે બંધિયાર-કુવામાંથી તો નથી આવતા કે પછી આપણી દ્રષ્ટિ તે માર્યાદિત “બ્લેક એન્ડ વ્હાઈટ” છે? …. કે આપણને કવિતા – પેઈન્ટીન્ગ – આર્કિટેક્ચર – સ્કલ્પચરમાં સમજ-જ નથી પડતી તે આપણી પોતાની મર્યાદા તો નથીને?”
.
નોંધ – જે પણ અમારા પ્રિય મિત્રોને દુનિયા “બ્લેક એન્ડ વ્હાઈટ” દેખાતી હોય તેમને માટે અમે આ ખાસ પાઘડી બનાવી છે … જરૂરથી પહેરવી …
.
– જયેન્દ્ર આશરા …2014.06.09…
.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s