:::…”ફૂટ” વગર “ફૂટબોલ”…:::

GabrielMiniz-06132014-01

:::…”ફૂટ” વગર “ફૂટબોલ”…:::
.
અચાનક પ્રસુતા “સેન્ડ્રા” પ્રસુતિ-શૂળ અવસ્થાએ પહોંચી છે અને તેને બને એટલી જલ્દીથી હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવે છે… અને સેન્ડ્રાને માનસિક શાંતિ થઇ રહ્યી કે – “હવે સારવારમાં વાંધો નથી… સલામત સ્થળે છું” …. 3-કલાકની પ્રસુતિ-પીડા બાદ તે “ગેબ્રિઅલ”ને જન્મ આપે છે… સુંદર માસુમ ચહેરો અને ભરાવદાર ભૂખરા વાળ ધરાવતો ગેબ્રિઅલ ખુબ-જ પ્યારો લાગી રહ્યો છે … તેના ફરતે સફેદ-સોફ્ટ કપડું લપેટેલું છે… તે જેવું રુદન સ્ટાર્ટ કરે છે કે માતા-સેન્ડ્રા તેને પોતાના તરફ લઇ અને સ્તન-પાન કરાવવા તેનું ફરતે રહેલું કપડું હટાવે છે…અને છળી પડે છે… ચીસ નાખે છે – “અરે… આ શું? … આ આ આ…. શું?” … સેન્દ્રા બેબાકળી બની જાય છે… નર્સ – ડોકટર દોડી આવે છે…

પરિસ્થિતિ પામતા ડોકટર સેન્ડ્રાનાં માનસિક-આઘાતને ઓછો કરવા સ્વસ્થતાથી કહે છે – “ડિફેક્ટ ખુબ નાની છે… ફક્ત પગના છેડે “ફિટ” (પગના પંજા) નથી… પણ એન્કલ (એડી) તો છે ને!! … એટલે ભવિષ્યમાં તે પ્રોસ્થેટિક લીમ્બ / માનવ-સર્જિત પગનો પંજો (prosthetic limbs) લગાવીને સામાન્ય વ્યક્તિની જેમ કામ કરી શકશે…”
.
પરંતુ એમ માતા સેન્ડ્રાનું મન માને?… તેને તો મનમાં એમ દુ:ખ રહે કે – “આ મારો દીકરો ગેબ્રિઅલ ક્યારેય ચાલતો નહિ થાય કે સ્થિર પણ ઉભો નહિ રહી શકે …” બસ એ વિચારે-જ તે નિરાશ રહ્યા કરે … પોતાની આર્થિક સામાન્ય સ્થિતિને કોસતી પોતાના દીકરાને ઘોડિયામાં જોઇને દુખી રહ્યા કરે કે – “આનું ભવિષ્ય શું?” …
.
પરંતુ “ગેબ્રિઅલ” જેનું નામ – પગનો પંજો નથી પણ 10-મહીને તો દીવાલ-પકડીને ચાલતો થઇ ગયો … હા, તે ચાલે તો વાંધો નાં આવે પરંતુ સ્થિર ઉભા રહેવામાં તકલીફ … પગનો બેઇઝ મુકવાનું ભગવાન આમ-કેમ ભૂલી ગયો હશે? … કૈક તો કારણ હશે-જ!!! … અને 1-વર્ષે તો ઘરમાં દોડા-દોડ… તેને પકડવો ભારે થઇ જાય…અને ચિંતા થાય કે – “હમણાં પડશે … હમણાં પડશે” પરંતુ ક્યારેય દોડતા પડ્યો નહિ… અને માતા સેન્ડ્રા હરખાય કે – “ચાલ … ભગવાન, તને મારા દીકરાએ પ્રાથમિક મહાત તો આપી-જ દીધી …” … પરંતુ આગળ નું ભવિષ્ય શું? … 3-વર્ષની ઉંમરે ઘરની બાહર પગ મુકતા-જ તે જાય દોડ્યો… 5-વર્ષે તો ફૂટબોલ-પાછળ એવો તો ભાગે કે ભલ-ભલા જોતા રહી જાય… પણ હવે આ પગના પંજા-વગરનો “ગેબ્રિઅલ” અટકે ખરો!!! … તેના મિત્રોને પણ હવે તે તેમની ફૂટબોલ ટીમમાં જોઈએ-જ …
.
7-વર્ષે તો ગેબ્રિઅલને સ્કુલ-ફૂટબોલ ટીમમાં બાકાયદા પ્રવેશ મળ્યો …અને તેની ફૂટબોલ-રમત અને એક્રોબેટીક-સ્કીલ્ઝ જોઇને તેના જીમ-ટીચર જોસ-લોપેઝને લાગ્યું કે – “આટલો બાહોશ – નિર્ભય અને ફૂટબોલ પાછળ ચપળતાથી એક પ્લાનિંગ સાથે દોડતો અને બોલને બીજાને પાસ કરતો છોકરો …એના જેવું પ્રતીકાત્મક “રમત-જોમ” હોઈ-જ નાં શકે …” અને તે જીમ-ટીચરે ગેબ્રિઅલને જિમ-ટીમનો કેપ્ટન બનાવી દીધો પછી તો જોઈતું-જ શું? … આવા પ્રોત્સાહનથી કોને “જોમ” નાં વધે?….
.
ગેબ્રિઅલની નામના હવે આ 11-વર્ષની નાની ઉમરે તેના શહેરની સીમાઓ વટાવી દેશના ફૂટબોલ-પ્રેમીઓનાં કાને પહોંચી … ટીવી-ન્યુઝ-ચેનલ વાળાં તેને ફોલો કરવા લાગ્યા … અને હવે આ વાત અસામાન્ય રીતે ફૂટબોલ-ટ્રેઈનીંગ-ઇન્સ્ટીટ્યુટ્સમાં ચર્ચાવવા લાગી … વિશ્વની બેસ્ટ ગણાતી “એફસી બાર્સેલોના”ની નજરોમાં આ 11-વર્ષીય ફિટ-લેસ ફૂટબોલરની વાત આવી … અને ગેબ્રિઅલે પોતાના સ્વપ્નનું હજુ એક વધારે પગથ્યું ચઢ્યું છે… અને જ્યાં વિશ્વના મહાન ફૂટા-બોલરને તૈયાર કરાય છે… તેમની સાથે ફૂટબોલ રમવા અને ટ્રેઈનીંગ માટે આમંત્રણ મળીચૂકયું છે… દુનિયા હાલના સૌથી મહાન-ફૂટબોલર “મેસી (Messi)” સામે પણ તેને ફૂટબોલ-ડ્રીબલ કરવાનો ચાન્સ મળ્યો છે…. આજે તેને ફૂટબોલ-સમાજના તમામ “નિયમો-ભંગ” કર્યા હતા અને તે પણ ફક્ત તેની અદ્ભુત-ફૂટબોલ સ્કીલ્ઝનાં કારણે… દુનિયા માટે આ સફળતાની યાત્રા અટકાવી અઘરી થઇ રહ્યી છે …ત્યાર પછી તરત-જ તેને રીઓ-ડી-જાનેરો, બ્રાઝીલ ખાતે આવેલી ખ્યાતનામ ફૂટબોલ એકેડેમી “સિકવેરા”માંથી ટ્રેઈનીંગ માટેનું આમંત્રણ મળ્યું…
.
આજે 13-વર્ષીય ગેબ્રિઅલને ખબર છે કે કદાચ તેની અપંગ-અવસ્થા તેને પ્રોફેશનલ-ફૂટબોલર નાં બનવા દે … પરંતુ તે તેનો પ્રયત્ન ચાલુ રાખશે… અને તે વિચારી રહ્યો છે કે -“જો ફૂટબોલ ને “પેરાલિમ્પીક” માં સ્થાન મળે તો?”…
.
મિત્રો 12/05/2014 – આજે વિશ્વ-ફૂટબોલ મેચ FIFA ચાલુ થઇ રહ્યી છે   … અને બ્રાઝીલમાં આજ-રોજ પણ “ગેબ્રિઅલ મ્યુનિઝ” 13-વર્ષીય ફિટ-લેસ ફૂટબોલરનું દરેક ન્યુઝ-ચેનલ અને ન્યુઝ-પેપરે નોંધ લેતા “માન” આપ્યું છે… તે દર્શાવે છે કે -“ફૂટબોલ એ “બ્રાઝીલ”નો રાષ્ટ્ર-ધર્મ છે… અને તે ભગવાનનું બાળ-સ્વરૂપ એ “ગેબ્રીઅલ મ્યુનિઝ” છે   …”
.
………
#

ગેબ્રિઅલ હસતા-હસતા કહે છે – “હું ફક્ત એક કાર્ય ક્યારેય નહિ કરી શકું … અને તે “આકાશ-માં-ઉડવા-નું” …”
….
“જે પોતાની નબળાઈને મહાત કરે છે   …
તે ભગવાનને પણ મહાત કરી શકે છે …”
.
– જયેન્દ્ર આશરા …2014.06.12…
.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s