:::…ફ્લોટિંગ ફૂટબોલ-ગ્રાઉન્ડ ફૂટબોલરઝ…:::

Image
.
“ફ્લોટિંગ ફૂટબોલ-ગ્રાઉન્ડ ફૂટબોલરઝ”
.
1986, FIFA ફાઈનલ, મેક્સિકો સીટી, આર્જેન્ટીના-વિરુદ્ધ- વેસ્ટ જર્મની –
“છેલ્લી 9-મિનીટ બાકી છે અને વેસ્ટ-જર્મનીના રુડી-વોલેર એ આર્જેન્ટીના સામે વેસ્ટ-જર્મનીને મળેલા કોર્નર દ્વારા 81-મિનટે એક જબરજસ્ત-હેડરથી 2-2 બરાબરીનો-ઈક્વાલઈઝાર “ગોલ… ગો ઓ ઓ ઓ ઓ ઓ ઓ લ …ગો ઓ ઓ ઓ ઓ ઓલ” ઠોકી દીધો છે અને … વેસ્ટ-જર્મનીએ ગેઈમ લેવલ કરતા-જ હવે આર્જેન્ટીના ને આજની રમતની જાણે ફરીથી શરૂઆત કરવી પડશે … ફક્ત 6-મિનીટ બાકી છે … અને આર્જેન્ટીનિયન-કેપ્ટન મેરાડોના નો ગ્રાઉન્ડ-સેન્ટરમાંથી ફોરવર્ડ-પ્લેયર બુરુચાગાને 10-મીટર દુરી પર બોલ-નો સ્માર્ટ-પાસ અને બુરુચાગા એ બોલને સફળતાથી પગથી ધક્કે-રમાડતા… ગોલ-પોસ્ટની દિશામાં આગળ વધતા… ગોલ-પોસ્ટથી ઘણે-આગળ આવી ગયેલા ગોલીને થાપ-ખવડાવીને આ “ગોઓઓ ઓ લ … ગો ઓ ઓ ઓ ઓ ઓ ઓ લ ..” …અને થાઈલેન્ડની દક્ષિણે આવેલા દરિયામાં તરતા ગામ કોહ-પાન્યેઈ (ધ્વજા-બેટ)માં ટીવી સામે બેઠેલા 10-12 -વર્ષીય બાળકોનો સમૂહ ઉત્સાહમાં લાતો-ઉછાળતો કુદવા-નાચવા લાગ્યો … આ બાળકોને હવે ફૂટબોલ-રમતનું ગાંડપણ હદ-પાર ચઢ્યું હતું … ’84-મિનીટે “બુરુચાગા”એ મેરાડોના નાં સ્માર્ટ-પાસથી અગભુત “ગોલ” કર્યો… આર્જેન્ટીના ની 3-2 થી વેસ્ટ જર્મની સામે જીત થઇ … પરંતુ મેરાડોનાની જબરજસ્ત રમત છતાં તે ગોલ નથી કરી શક્યો … પરંતુ આજે ફૂટબોલની દુનિયાનાં ખ્યાતનામ-ગોલ્ડન-બુટ ધરાવતા એક-મહાન કેપ્ટન “મેરાડોના”નાં હાથમાં FIFA -1986 ની ટ્રોફી શોભી રહ્યી છે … ” … 15-એક-બાળકોનો સમૂહ આખા-ગામમાં ઉછાળતો-નાચતો આર્જેન્ટીના અને ખાસ તો તેમના માનીતા ફૂટબોલ-લીવીંગ-લીજીન્ડ “મેરાડોના”નાં વિજય ને બિરદાવતા સરઘસ રૂપે તેમના નાનકડા 500-ની-વસ્તી અને 1 કિમી નું ક્ષેત્રફળ ધરાવતા ગામ-ગજવતો નીકળી પડ્યો….
.
થાઈલેન્ડની દક્ષીણે આવેલા દરિયામાં હકીકતે તરતા કોહ-પાન્યેઈનાં મુસ્લિમની વસ્તી ધરાવતા નાનકડા-ખોબલા જેવા ગામના 12-15 છોકારાવોને હવે ફૂટબોલ-નશો માથે-થી ઉતારવો ભારે થઇ રહ્યો… તેમના ગામની ચારે તરફ અને નીચે પાણી … આતો તરતું ગામ… અહી મેદાન ક્યાંથી હોય અને ફૂટબોલ તો ભૂલી-જ જવાનું …. હતાશ છોકારાવો ફૂટબોલ-નશામાં આઈડીયા-ચકરાવે ચઢે છે – “કે હવે આ ફૂટબોલ રમે-જ છટકો” … અને જ્યારે કોઈ મુશ્કેલીનું સોલ્યુશન શોધવાનું હોય ત્યારે નાના -બાળકોનાં બ્રેઈન-સ્ટોર્મીનગની કલ્પનામાં તે પરીઓનાં દેશના જાદુ સમાયેલા હોય… બાળકો ફૂટબોલ-રમતના વિચાર-હતાશાએ આઈડીયા વિચારી રહ્યા છે…. આ વાતની મજાક આખું ગામ કરી રહ્યું છે કે – “પાણીમાં તરતા ગામમાં વળી ફૂટબોલ રમાય? હા હા હા હા હા …” પરંતુ આ તો બાળકો તેમને આવી મજાક નાં નડે …
તેમાંના એક બાળકે ઉત્સાહમાં હવામાં કુદકો મારતા પોતાનો આઈડીયા કહ્યો – “આપણે લાકડાનું તરતું “ફૂટબોલ” મેદાન બનાવીએ તો?” …
અને બાળકો કોને કહ્યા … તેમને વિચારી પણ લીધું કે -“બનાવીએ … તે શક્ય છે …”
પણ આતો મોટી ચેલેન્જ વાળું કામ … તેમાં વળી બીજાને આઈડીયા આવ્યો કે – “ગામમાં જુના લાકડા-નાં-તરાપાનો ઢગલો પડ્યો છે … તે જોડી દઈએ તો?”
……. હવે બાળકો અટકે !!! … માંડ્યા બધા નાના-નાના હાથે … પહેલાં તો લાકડાનાં પાયા દરિયાના પાણીમાં ઉતાર્યા … અને પછી એક-પછી-એક તરાપાનાં લાકડા છુટા કરી અને માંડ્યા “ખીલ્લીઓ” ઠોકવા … જેટલી તાકાત હોય તેમ-તેમ ખીલ્લી-ઠોકે અને લાકડા જોડે … “લો .. આ થઇ ગયું સરસ – તરતું – ચોરસ – નાનું – ફૂટબોલ મેદાન તૈયાર ..”.. હવે રોજ તે 12-15 બાળકો ફૂટબોલ સ્કુલે-થી આવીને રમે … અને તેવામાં એક-દિવસ એક બાળક ઉછાળતો – હસતો – દોડતો ધસી આવ્યો મેદાનમાં, હાથમાં એક ફરફરિયું લઈને કે -“દક્ષિણ-થાઈલેન્ડમાં ફૂટબોલ-ટુર્નામેન્ટ છે… ભાગ લઈએ …”
“હે એ એ એ એ। . હો હો હો … ભાગ લઈએ … ભાગ લઈએ … ” … બધા બળકો નાચવા લાગ્યા …
અને આતો બાળકો જેને કોઈ “હાર”નો ડર નથી બસ ફૂટબોલ-ટુર્નામેન્ટ રમવું એ સ્વપ્ન છે… અને ભરી આવ્યા “ફોર્મ” અને નોંધાવી આવ્યા ટીમનું નામ “પાન્યેઈ ફૂટબોલ ક્લબ” …
.
સ્કુલેથી આવી … દફતર ફંગોળી … દોડી આવે રોજ દરિયામાં તરતા નાનકડા-લાકડાના ફૂટબોલ-ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટીસ કરે … પાણીમાં બોલ પડે કે તરત કોઈ-એક-બાળક પાણીમાં પડે અને બોલ લઇ આવે … લાકડામાંથી ખીલ્લીઓ બાહર આવી હોય તે પણ વાગે અને લાકડાની ફાંસ પણ પગમાં વાગે .. પણ આતો ફૂટબોલ-કપ જીતવાનો સંકલ્પ કરી ચુકેલા બાળકો … એમ કંઈ હારે? … અને એમાં કરતા, સમય જતા … પહેલી મેચનો દિવસ આવી ગયો … બધા બાળકો સવારે વહેલા તૈયાર થઇ અને સાદા કપડા-જુતામાં તૈયાર થઇ અને જેવા બોટમાં બેસવા જાય છે … ત્યાં ગામના આગેવાનો તેમને બોલાવી અને “સ્પેશિયલ” ફૂટબોલ-ટીમ-યુનિફોર્મ સાથે ખાસ-ફૂટબોલ રમવાના “જૂતા-શુઝ” આપે છે … બાળકોનો ઉત્સાહમાં જોરદાર ઉમેરો થાય છે …” હા, હવે જુઓ, તેઓ કેવા એક ટીમ-નાં ફૂટબોલ-પ્લેયર દેખાઈ રહ્યા છે !!!” …
.
દક્ષિણ-થાઈલેન્ડ ટુર્નામેન્ટ ચાલુ થાય છે … પાન્યેઈ ફૂટબોલ ટીમ પહેલી મેચ આશ્ચર્ય-જનક રીતે આસાનીથી જીતી જાય છે … અને 4-મેચ જીત્ય પછી તેઓ હવે સેમી-ફાઈનલમાં છે … સામેની ટીમ ખુબજ-સુસજ્જ છે, જે તેમના આધુનીક યુનિફોર્મ-ફૂટબોલ શુઝમાં દેખાઈ રહ્યું છે … જોઇને લાગે છે કે “હારી જઈશું” … અને સેમીફાઈનલમાં 1સ્ટ-હાફમાં તેઓ હારવાની તૈયારીમાં છે 2-0 થી પાછળ છે … 2ન્ડ-હાફ શરુ થાય છે… અને અચાનક વરસાદ પડે છે … તેમને ખ્યાલ આવે છે કે આ પચ-પચ-શુઝમાં હવે નહિ રમાય … પાન્યેઈ-ફૂટબોલ ટીમના બધા બાળ-ખેલાડીઓ પોત-પોતાના શુઝ કાઢી નાખે છે … અને આતો માછીમારના છોકારાવો કે જે-ને પાણી સાથે દોસ્તી હોય તેને વરસાદ-પાણી રોકી શકે? … હવે, તેઓ વધારે મજબુત રમત દાખવી અને ઉપરા ઉપરી 3-ગોલ કરી અને 3-2થી જીતી અને ફાઈનલમાં પહોંચી જાય છે … જે બાળકોએ કોઈ-દિવસ “જમીની-મેદાન” જોયું નથી તેઓ ફૂટબોલ-ટુર્નામેન્ટ ફાઈનલમાં? … તેમનો ઉત્સાહ આસમાને છે … ફાઈનલમાં હાર્યા છતાં તેઓ “2-નંબર” ઉપર રનરઝ-અપ તરીકે ખુશ છે …
.
પરિણામ આ જીતનું એવું દમદાર -જુસ્સા વાળું રહ્યું કે – “તેઓ માટે ફૂટબોલ હવે નશો નહિ “ધર્મ” બની ગયો… તેમને ફરીથી પોતાનું લાકડાનું-ફૂટબોલ ગ્રાઉન્ડ માટે ફંડ-ઉઘરાવી અને અનેકો-લાકડા જોડીને ફૂટબોલ-ગ્રાઉન્ડ વધારે વિશાળ બનાવ્યું અને તેની ઉપર “ટર્ફ-પીચ” બેસાડી આંતરાષ્ટ્રિય કક્ષાનું બનાવ્યું … ”
અને સફળતા તો કદમ ચૂમે-જ જ્યારે ઈરાદા-બુલંદ હોય પણ આતે કેવી સફળતા – “અધધ સફળતા મળી, આ ‘પાન્યેઈ ફૂટબોલ કલબ” તે સધર્ન-થાઈલેન્ડ-ટુર્નામેન્ટનાં 2004 – 2005 – 2006 – 2007 – 2008 – 2009 – 2010 નાં ચેમ્પિયંસ છે … ”
…….
#
“જો પાણી ઉપર તરતા – મેદાન બનાવી ફૂટબોલ રમીને ચેમ્પિયન શકાય …
તો કોઈ “સ્વીમીંગ-ચેમ્પિયન” સહારાનાં રણમાંથી પણ આવી શકે છે!!!”
.
“અસંભવ-સ્વપ્નાને સાકર કરવા પાછળ તેમાં જોશ-હોશનો ઉત્સાહ હોય તો …
તો… તે અસંભવ-સ્વપ્નને સંભવ બનાવી હાંસિલ કરવું તે રમત વાત છે ….”
.
– જયેન્દ્ર આશરા …2014.06.21…
.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s