“મર્ડર કોનું? :: સુંદર-બુદ્ધિશાળી સ્ત્રીનું? રાજકારણી નું? કે પછી … એક ફોરેન્સિક એક્સપર્ટ ડોકટરના ધર્મનું?…”

SunandaPuskar
.
“જ્યારે દટાયેલા મડદા બોલવા લાગે…
ત્યારે જીવતા વગદાર-માણસની ખ્યાતિ મૃત્યુ પામે….”
.
અચાનક એક “ખ્યાતનામ-મડદું” AIIMS હોસ્પિટલ, દિલ્હીથી જાગ્યું છે –
આજે 02/07/2014નાં રોજ ઓલ ઇન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાઈન્સીસ (AIIMS) ખાતેના ફોરેન્સિક્-ડીપાર્ટમેન્ટ-હેડ ડૉ. સુધીર ગુપ્તાએ રાજકારણી અને મેડીકલ દુનિયાની ધૃણા-જનક મજબુરીને નવી એન.ડી.એ. સરકાર સમક્ષ લાવતા એક એફિડેવિટમાં રાજકારણીઓ ઉપર સ્પષ્ટ આરોપો લગાવતા કહ્યું છે – “અમારા ઉપર તે વખતના યુપીએ-સરકારના ખુબજ-વગદાર હેલ્થ-મિનિસ્ટર “ગુલાબનબી-આઝાદ” અને મિનિસ્ટર “શશી-થરુર” તરફથી “ભારે-દબાણ” હોવાની કારણે અમારે બે-વ્યક્તિ તે “સુનંદા-પુષ્કર” અને “તાનિયા નિદા”ના “મર્ડર” ” પોસ્ટ-મોર્ટમ” રિપોર્ટ બદલી અને સત્ય-થી-વિરુદ્ધ આ રાજકારણીઓના કહેવા મુજબ બદલી અને બનાવવા પડ્યા … જે મેડીકલ-પ્રેક્ટીસનર માટે વ્યાવસાય-પ્રતિજ્ઞા અને ધર્મની વિરુદ્ધની વાત છે …”
.
એક નજર સુનંદા-પુષ્કર “આપઘાત/મર્ડર” કેઈસ સાથે વાતનો પૂરો-ઈતિહાસ જોઈએ …
“2009-ઓક્ટોબરમાં એક કોમન-ફ્રેન્ડની પાર્ટીમાં સુનંદા-પુષ્કર અને સશી-થરુર પહેલીવાર મળે છે … શશી પોતાની ગર્લ-ફ્રેન્ડને રિઝવવા 70-કરોડ રૂપિયાનું ફંડિંગ કોચીન-IPL ટીમને સુનંદાને નામે કરે છે, જે વાતનો મોટો-હોબાળો મીડિયામાં વિરોધ-પક્ષ કરે છે અને શશી-થરુર જેવા 2010માં એમ.પી તરીકે ચૂંટાય છે કે બંને- સુનંદા અને શશી મેરેજ કરે છે… સુનંદા અને શશીનાં આ કઈ પહેલા મેરેજ નાં હતાં… બંને-નાં આ 3જા મેરેજ હતા અને સુનંદાનાં 2જા મેરેજ કેરલાઈટ-બીઝનેસમેન સુજીત-મેનન (એક્સિડેન્ટલ-મૃત્યુ-1997) થકી એક દીકરો “શિવ” નામે પુખ્ત અવસ્થાનો છે… વ્યકતિગત જિંદગીમાં બંને આંતર-રાષ્ટ્રીય “બેન” મેથાફેટેમાઈન (Methamphetamines) નાં “ડ્રગ-એડીકટ” છે કે જે ડ્રગ-એડીકટને હમેંશા ખુશ અને ઝડપથી વિચારવાવાળા બનાવી રાખે છે (મોટા ભાગની સેલીબ્રીટી આ ડ્રગની ઝપેટમાં છે)… પરંતુ તેની આડ-અસર તે વ્યક્તિને ઘણા શારીરિક-માનસિક કોમ્પ્લિકેશન્સ ઉભા કરે છે … તેવાજ વિચિત્ર શારીરિક-કોમ્પ્લિકેશન્સ સુનંદાનાં કેરાલા-હોસ્પીટલના ગુપ્ત-રીપોર્ટ”માં જાહેર થયા… અને સુનંદા હવે “ડીપ્રેશન”થી પીડાય છે અને તેવે વખતે શશિનું ચેટ-લવ-ચક્કર પાકિસ્તાની હોટ-જર્નાલિસ્ટ “મહેર-તરાર” સાથે ચાલુ થાય છે… જેના BBM મેસેજીસ સુનંદા વાંચતા બંને વચ્ચે સોશિયલ-મીડિયા ઉપર જાહેરમાં “ઝગડા” ચાલુ થાય છે …છેલ્લો મેસેજ સુનંદા ટ્વીટ કરે છે – “કેરાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાઈન્સ (KIMS)નાં રિપોર્ટમાં ઘણાં શારીરિક કોમ્પ્લિકેશન્સ આવ્યા છે કે હવે તો હસતા-હસતા જઈશ …” અને તે તારીખે, 17-જાન્યુઆરી-2014 ની રાત્રે 8:30 વાગ્યે સુનંદા દિલ્હીની 345-રૂમ-નંબર, હોટલ લીલામાં શશી-થરૂરને પલંગ-ઉપર મૃત્યુ પામેલી સ્થિતિમાં મળે છે… ”
.
વાત હવે વધારે કોમ્પ્લિકેટેડ થાય છે –
સુનંદા પુષ્કરના સારા સંબંધ નલીની-સિંગ કે જે નામી ફ્રી’લાન્સ પત્રકાર સાથે છે… 17-જાન્યુઆરી-2014નાં 12.10 am એ સુનંદા પોતાની વિશ્વાસુ-સખી નલીનીને ફોન કરે છે અને જણાવે છે કે – “શશી થરૂરે તેમના મહેર-તરાર વચ્ચે થયેલા તમામ BBM-મેસેજીસ ડિલીટ કર્યા છે… તે તેને પાછા “રીટ્રાઈવ” કરવા છે… જેથી સબુત રહે …” અને હૈયા-ફાટ રુદન કરે છે… અને નલીની તેને BBM-મેસેજીસ એક્સપર્ટની મદદથી પાછા મેળવી આપવાનું આશ્વાસન આપે છે… તે દિવસે સુનંદાને હોટલ-સ્ટાફે 3:30 pm બપોર સુધી જીવતી જોયાનું બયાન આપ્યું છે… રાત્રે 8:45 pm એ સુનંદા તેના બેડ ઉપર ફેલાયેલી મૃત્યુ પામેલી શશી-થરૂરને મળી આવે છે…
જાહેર પોસ્ટ-મોર્ટમ ફોરેન્સિક રિપોર્ટ કહે છે – “મૃતક નાં શરીર ઉપર “12+” જેટલા કોઈ હથોડી-જેવા હથિયારથી મારવાનાં “ઘા” છે અને તેના જમણા-હાથની હથેળીના ખૂણે બચકું ભરવાનું નિશાન છે …તેનું મૃત્યુ વધુ-પ્રમાણમાં ઊંઘની ગોળીઓ લેવાથી થયું છે …”
……..
આ કેસને ઢાકી દેવાનો પ્રયાસ રાજકારણીઓ દ્વારા થાય તે સ્વાભાવિક છે અને જે સત્તા ઉપર હોય તેઓ આવી સરકારી હોસ્પિટલ પાસે આસાનીથી કરાવી શકે… બીજી તરફ – જે સ્ત્રી બે-વખત લગ્ન કરેલા (ત્રીજ-વર) રાજકારણીની સાથે લગ્ન કરે તે સામાન્ય-ડરપોક સ્ત્રી હોઈ-જ નાં શકે … તેવી સ્ત્રી આપઘાત નાં કરે પણ તે એવી તો મજબુત-મનોબળ વાળી હોય કે તે “રાજકારણી” ગમે તેવો વગદાર હોય પણ તેને પણ જાહેરમાં “ની:વસ્ત્ર” કરી શકે… અને આ-તરફ જ્યારે તે વગદાર-રાજકારણી પોતાની જાહેરમાં ઈજ્જત-ની-લિલામી અટકાવવા માંગતો હોય ત્યારે તેની પાસે તે “નડતી-વ્યક્તિ” ભલે-ને પત્ની હોય પણ તેને “સ્વધામ” પહોંચાડવી તે-જ રસ્તો રહે છે… એક વાત તો સામન્ય છે કે -“સત્ય અને ક્રાંતિ ને દબાવવા તે સત્યા-વક્તા-આગ્રહી વ્યક્તિને મૃત્યુ કે કારાવાસ તે “રાજકારણ”નો નિયમાનુસાર-દંડ રહ્યો છે …”
.
શશી થરુર ગમે તે કહે-કરે પણ અભ્યાસુઓને – “સુનંદા પુષ્કર કે જે તેમની કારકિર્દી અને “વુમનાઈઝર-બિહેવિયર”માં નડતર રૂપ હતા તેમને શશી-થરુરનાં ઇશારે “મ્રત્યુ-દંડ” (મર્ડર) અપાયો હોવાની શંકા થાય તે સ્વાભાવિક છે અને જે સત્ય પણ હોઈ શકે છે …”
……..
જે સ્ત્રીઓ શોહરત-પૈસા પાછળ આંધળી-દોટ મૂકીને તેવા સ્ત્રીઓના-શરીર-ચૂંથતા રાજકારણીઓ કે માલેતુજારોના પ્રેમમાં પડી અને લગ્ન કરે છે તેમને તેમની આંખો સામે પોતાને બરબાદ થતી કે મૃત્યુ તરફ ઢસડાતી જિંદગી જોવાની તૈયારી રાખવી રહ્યી… આ પુરુષો તે રૂપ-રૂપિયા-રૂઆબનાં પુજારી છે… ઢળતું-યૌવન કે એકનો-એક દેહ તેમને નાં જોઈએ… તેમને તો રોજ ચટાકેદાર-ચેઈન્જ જોઈએ …સ્ત્રીઓ એ સમજવાની જરૂર છે કે – “આવા શોહરતનાં શોર્ટ-કટ પાછળ મૃત્યુનો ખતરો છે …” … પરંતુ ઈવોલ્યુશન-ઓફ-સર્વાઈવલ થીયરી મુજબ – “સ્ત્રી-માદા હંમેશા સુરક્ષિત-જિંદગી માટે શક્તિશાળી પુરુષ-નર પસંદ કરે છે …”
…….
#
આ દુનિયાના આદિકાળથી ચાલ્યા આવતા નિયમાનુસાર – ” સ્ત્રી તે ઇજિપ્તની અતિસુંદર-શક્તિશાળી “ક્લિઓ-પેટ્રા” હોય કે હોય સુંદરતાની મુરત હોલીવુડની “મેરાલીન-મેનરો” અને ભલે પછી હોય મજબુત-મનોબળ ધરાવતી સુંદર સ્ત્રી તે “સુનંદા-પુષ્કર”… જો રાજકારણી કે માલેતુજારના પ્રેમમાં તે-સ્ત્રી પડી … તો તે ફક્ત એક સેક્સ-રમતનું રમકડું બની અને અંતે પોતાનાં કહેવાતા પ્રેમીની “વિરુદ્ધ-વિદ્રોહ”નાં કારણે “મ્રત્યુ-દંડ” પામે છે …”
.
સવાલ છે, “મર્ડર કોનું? :: સુંદર-બુદ્ધિશાળી સ્ત્રીનું? રાજકારણી નું? કે પછી … એક ફોરેન્સિક એક્સપર્ટ ડોકટરના ધર્મનું?…”
.
– જયેન્દ્ર આશરા …2014.07.03…
.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s