:::..વિકાસની દ્રષ્ટીએ ગમ્યું … અંધશ્રદ્ધાની દ્રષ્ટિએ ‘નાં’ ગમ્યું…”..:::

VaishnaviDevi-07042014-01
.
“વિકાસની દ્રષ્ટીએ ગમ્યું …
અંધશ્રદ્ધાની દ્રષ્ટિએ ‘નાં’ ગમ્યું…”
….
આજે 04/07/2014નાં રોજ રેલ્વે-બેઇઝ-કેમ્પ “કટરા”, જમ્મુ-કાશ્મીર ખાતે PM નરેન્દ્ર મોદી અને રેલ્વે-મિનિસ્ટર સદાનંદ ગૌડાએ લીલી-ઝંડીનું સિગ્નલ આપી ઉધમપુર-કતરા રેલ્વે-લાઈનનું ઉદ્ઘાટન કર્યું… આ રેલ્વે-લાઈન ભારતીય રેલ ઈતિહાસમાં ઉત્તમ કદમ છે જે અભિમાન લેવા જેવી સિદ્ધિ છે કારણકે આ 25-કિમીની રેલ્વે-લાઈન તે અતિ-દુર્ગમ વિસ્તારોમાંથી પસાર થાય છે… તે ફક્ત 1132.75-કરોડ રૂપિયાનાં ખર્ચે બની છે… જે ઇન્ફ્રાસ્ટ્રકચરની દ્રષ્ટિ એક હરણ-ફાળ છે… કારણકે આ રેલ્વેલાઈન તે નાના-મોટા 30-બ્રીજ અને 7-ટનલનાં ટોટલ 10.6 કી.મી. માંથી પસાર થાય છે… તેમાનાં એક બ્રીજનાં પીલર તે “કુતુબ-મીનાર” કરતા પણ ઊંચા છે…
….
પ્રગતિ-વિકાસની દ્રષ્ટીએ અત્યંત સરાહનીય અને અભિમાન લેવા જેવું આ કાર્ય જ્યારે આપણાં લશ્કરની સરહદ સુધી પહોંચવાની કે સમાન પહોંચાડવાના ઇન્ફ્રાસ્ટ્રકચર જોઈએ-અનુભવીએ તો આપણને ખ્યાલ આવશે કે – “આ પ્રકારનાં કામ ભારતની હિમાલય સરહદે અને પાકિસ્તાની બોર્ડર પર અત્યંત જરૂરી છે… જ્યારે ચીન પોતાનાં આર્મી માટે હિમાલયમાં એરપોર્ટ ધરાવે છે અને તેમની મોટા ભાગની લશ્કરી-છાવણીઓ 2-લાઈન-રોડથી તેમના દેશના મુખ્ય રોડ સાથે સમ્પર્કમાં હોય છે… લશ્કર માટે ખાધા-ખોરાકી અને શસ્ત્ર સરંજામ આસાનીથી પહોંચે છે… જ્યારે આપણાં દેશની સરહદ પર લશ્કરની છાવણીથી તેમને જરૂરી સામાન સપ્લાય વ્યવસ્થા ધીમી અને ત્યાં પહોંચવાના રસ્તા પણ અત્યંત-બિસ્માર હાલતમાં છે… જો આવા ઇન્ફ્રાસ્ટ્રકચરનાં કામ આર્મી માટે સરહદ ઉપર કરવામાં આવે તો આવા ખર્ચા અને મહેનત લેખે લાગે…”
….
વૈષણવી-દેવીને જેટલી ભક્તોની જરૂર છે તેના કરતાં ભારતીય લશ્કરને આવી સુવિધાની અનેક ગણી જરૂરત છે … કારણકે – “વૈષણવી-દેવીને ધરાવેલા ચઢાવા-રૂપિયાનાં વહીવટનો કોઈને ખ્યાલ નથી કે કોણ “વાપરે” છે … પરંતુ આવા ઇન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ જો લશ્કર માટે થાય તો તે દ્વારા ભારતીય-નાગરિક વધારે સુરક્ષિત બની શકે અને મારા દેશ માટે જાન-કુરબાન કરવાની નેમ ધરાવાતા જા-બાજોને પણ સગવડ સાથે આત્મ વિશ્વાસ વધે …”
….
#
“આખરે તો તમને-ભારતીયોને સરહદ પાર દુશ્મનોથી ભારતીય-લશ્કર બચાવશે …મૂર્તિમાંનાં ભગવાન નહિ-જ …”
.
નોંધ – જે પણ ભારતીય નાગરિકને આ વાત નાં સમજાય તેઓ સિક્કિમ, ગેંગટોક નાથુલ્લા-ચાઈના-બોર્ડર પર જોઈ આવે કે ચાઈનીસ-લશ્કર માટે શું સુવિધા અને ટ્રાન્સપોર્ટ છે!!!… જ્યારે ત્યાં પહોંચવા ભારત-સરકારનું ઇન્ફ્રાસ્ટ્રકચર કેટલું “પછાત” છે …તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે આવા પછાત-બિસ્માર ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે ભારત ક્યારેય મહાસત્તા નહિ બને… હવે સુરક્ષા-ક્ષેત્રે પણ ભારતે આવા વિકાસ-શીલ કદમ ભરવા રહ્યા …
.
– જયેન્દ્ર આશરા …2014.07.04…
.

Advertisements

2 thoughts on “:::..વિકાસની દ્રષ્ટીએ ગમ્યું … અંધશ્રદ્ધાની દ્રષ્ટિએ ‘નાં’ ગમ્યું…”..:::

  1. સાચી વાત સુંદર માહિતી (Y) આજે દિલ્હીથી એક ટ્રેન ૧૬૦ km / h દોડી છે. સુધારા ચોક્કસ આવશે.

  2. India and Maha sata? This is the country in which elected member and govt. servant is available in any cost????at where 95% public removed own house from his dictionary…….because every party’s elected member are connected with property business….!!!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s