:::…અનાથને હુંફ કોની?…:::

MorganWeistling-Sream-07272014-02
.
:::…અનાથને હુંફ કોની?…:::
.
જ્યારે પણ કોઈક દિવસ
આક્રાન્દિત યાદ આવે…
માત કે પિતાની
ટ્રિપલ-બેડ ઉપર સાથે નાં હોય ત્યારે
તેમના-જ વસ્ત્રો પહેરેલું
બે મોટાં-બોલસ્ટર
જગ્યા તેમની લઈને…
પૂરે છે એક ખાલી જગ્યા…
કરાવે આભાસ માત-પિતાની હાજરીનો…
“ડર” લાગે અડધી રાત્રીએ…
ત્યારે એ-જ તો કહે છે …
“કોઈ નથી … સુઈ જા…
બધું સારું-જ થશે …”
ત્યારે બોલસ્ટરને વળગીને સુઈ જાય તે…
નથી રાખતો માત-પિતાનો જર્જરિત ફોટો…
કે ભગવાનની કોઈ પ્રતિકૃતિ
તે તકિયા નીચે હવેથી…
જ્યારથી તેમના વસ્ત્ર-ધારી બોલસ્ટર
વધારે હાજરા-હજૂર લાગે છે…
.
Bolster = બોલસ્ટર = ગોળ લાંબો તકિયો
.
– જયેન્દ્ર આશરા …2014.07.27….
.

Advertisements

2 thoughts on “:::…અનાથને હુંફ કોની?…:::

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s