::..એટીટ્યુડ અને પરફોર્મન્સ તે ફક્ત પરિણામથી-જ મપાય..::

“સંઘર્ષને ઘસીને જેને મહેનત અને પરફોર્મન્સને ઉજાળ્યા હોય
તેને રૂપિયા અને વૈભવ ચૂમે છતાં તેવા લોકોને તેની સોબત માથે નાં ચઢે.”
….
તે મિત્ર પ્રથમેશની વાત હુ પણ બરાબર જાણુ કે – “દરેક સામાન્ય ઘરમાંથી ડોકટર બનતા હોનહાર સંતાનનાં અફાટ સ્વપ્ન સાથે માં-બાપના જીવનના-સ્વપ્ન ગૂંથાયેલા હોય છે  …”  …એક સામાન્ય એકાઉન્ટન્ટ ‘સેવંતીલાલ’નાં પોતાની 10X10ની દહીસર,મુંબઈની ચાલીના રૂમમાં ઉછરેલો અને અતિ સંઘર્ષમય જીવન જીવેલો ‘પ્રથમેશ’ આજે ઓર્થોપેડિક ડોકટર પણ થઇ ગયો અને જર્મની જઈ ત્યાં “ટ્રોમા-ઈમરજન્સી-ટ્રીટમેંટ”ની ટ્રેઈનીંગ પણ લઇ આવ્યો. હવે તે ‘પ્રથમેશ’માંથી “ડો.પ્રથમેશ” થઇ ગયો હતો અને સાથે-સાથે તેણે બેંક-લોન લઈને એક 10-બેડની નાની-એવી 24-કલાક ટ્રોમા-ઈમરજન્સી-હોસ્પિટલ પણ ખોલી નાખી હતી.
.
આ વાત-અનુભવ પણ તેમને મને કહ્યો હતો –
એક દિવસ તેમના કોલેજનાં મિત્ર અને મુંબઈનાં મોંઘા જનરલ-સર્જન ડો.જીગનેશનો ફોન આવ્યો કે – “પ્રથમેશ, એક ખાસ પેશન્ટને રીફર કરું છું  … 55-વર્ષની ઉંમર છે   …તેમના સ્પાઈનલ-કોર્ડનાં લંબર-4માં તકલીફ છે  … ચંદ્રવદન શેઠ એમનું નામ છે  … એક્સપોર્ટનો બિઝનેસ છે અને કરોડો-પતિ પાર્ટી છે  …” એમ ડો. જીગનેશે પેશન્ટની ડાયગ્નોસિસ સાથે બેંક-બેલેન્સની પણ ડીટેઇલ આપી દીધી.
.
ડો.પ્રથમેશ આત્મ-વિશ્વાસ સાથે પ્રેમથી કહે – “હા દોસ્ત, મોકલ તેમને  … ચોક્કસ સારું થઇ જશે  … સ્પાઈનલ-કોર્ડ લંબર-4 ની તકલીફ હોય તો રિસ્કના લેતા એમ્બ્યુલન્સ મોકલું?…”
.
ડો.જીગ્નેશે ગરદન ઉંચી કરી શાનમાં ખખડાવતા કહ્યું -‘એમ્બ્યુલન્સ?… ખબર છે? તેઓ પોતાની SUV-Lexusની પાછલી સીટ ઉપર સુતા-સુતા આવશે…”
.
ડો.પ્રથમેશને ખબર કે આ જીગ્નેશીયો (ખાસ મિત્રને તુકારો-જ હોય) પૈસાવાળા પેશન્ટો પાછળ અંજાઈને સારવાર કરે છે અને તેવા શાનદાર બીલ પણ બનાવે છે  … એટલે તેને શાંતિથી કહ્યું કે -“પેશન્ટને મોકલતો ખરો  … પછી વાત  …”
.
ડો.જીગ્નેશને તો પૈસાનો રંગ લાગી ચુક્યો હતો એટલે તેને થોડી કડકાઈ ઉમેરી -“જોજે પ્રથમેશ  … તું વળી પાછો તારી બાંય ચઢાવેલા કોટન-શર્ટ અને સેન્ડલ પહેરીને તેમનું સ્વાગત નાં કરતો  … પોલિશ કરેલા શુઝ અને ફોર્મલ-ડ્રેસિંગ જરૂરી છે  … આ પેશન્ટ તે કરોડો-પતિ ચંદ્રવદન-શેઠ છે  …”
.
હવે ડો.પ્રથમેશને પોતાની કેળવણી અને ડોકટર તરીકેનાં પોતાના સંપૂર્ણ નિષ્ઠા પૂર્ણ કર્તવ્ય પરાયણતા ઉપર ઘાત-આઘાત લાગ્યો એટલે તેને પણ કડકાઈથી પરખાવીજ દીધું – “જો દોસ્ત, આ હોસ્પિટલ મારી છે અને હું સારવાર જાણું છું  … હું મારા બાંય ચઢાવેલા કરચલી વાળા કોટન-શર્ટ અને જીન્સમાં જ હોઈશ અને સેન્ડલ-જ પહેરીશ  … અને હોઈ શકે કે તેઓ સવારે આવે તો હું ટી-શર્ટ બર્મુડામાં પણ હોઉં  … અને તે વાતને “સારવાર-સુશ્રુષા” સાથે કોઈ લેવા દેવા નથી  … તું તારે પેશન્ટ મોકલવા હોય તો મોકલ  …મને કોઈ ફર્ક નથી પડતો…”
.
બીજે દિવસે જ્યારે ડો.પ્રથમેશ જોગીન્ગમાટે પાર્કમાં હતા તે વખતે સવારે 7.00 વાગ્યે-જ હોસ્પિટલમાથી નર્સનો ફોન આવ્યો કે ચંદ્રવદન-શેઠ નામના પેશન્ટ આવ્યા છે અને તમારા પર્સનલ કેર-યુનીટમાં સુવાડ્યા છે. ડો.પ્રથમેશ સવારની કસરત અધુરી મૂકી અને હોસ્પિટલ દોડ્યા અને તે પણ શોર્ટ્સ-ટીશર્ટમાં-જ  …કાદવને સ્પર્શી ગયેલા શુઝ સાથે  .. જે શુઝ તેમને ખૂણામાં કાઢ્યા અને એપ્રન ચઢાવ્યો  … તરત-જ પેશન્ટ પાસે પોતાના પર્સનલ-કેર-યુનિટમાં જઈ પહોંચ્યા  … અને સાંત્વન સાથે સમિક્ષા કરતા કહ્યું – “ડો જીગ્નેશે તમારી વાત કરી હતી  … તમને લંબર-4માં પ્રોબ્લેમ છે તેથી ચાલી નથી શકતા  … પણ તમે હવે મારા પેશન્ટ છો  … તમારા સ્પાઈનલ-કોર્ડના લંબર-4 ને હવે સીધા થવું-જ પડશે  …અને તે લંબર-4 તમારી ‘નર્વ’ને બળજબરીથી દબાવીને તમને પ્રોબ્લેમ કરે છે… લાવો  … જરા એક્સ-રે રીપોર્ટ બતાવો તો  … ”
.
ચંદ્રવદન-શેઠે આવા મૈત્રી ભર્યા અને છતાં ગંભીર અને ઉપરથી સ્પોર્ટ્ઝ-સ્યુટમાં કોઈ ડોકટર ભારત-ખાતે જોયા નાં-હતાં  … આ હ્યુમર – સિન્સિયારીટી – સ્પોર્ટી ડોકટરને જોઇને એવા ઈમ્પ્રેસ થઇ ગયા કે તેમનો અડધો દુખાવો ગાયબ થઇ ગયો  … એમને ક્યા ખબર હતી કે આતો ટ્રોમા-ઈમરજન્સીનો એક્સપર્ટ ડોકટર છે  …જે રાત્રે 11.00 વાગ્યા પછીના એક્સીડેન્ટ-ઈમરજન્સીના કેઈસની સારવાર-સર્જરી વખતે બનિયાન-શોર્ટ્ઝમાં હોય …ઓફ -કોર્સ ઉપર “એપ્રન” પહેરેલું-જ હોય…
.
ડો.પ્રથમેશે રીપોર્ટ જોઇને ડાયગ્નોસ કર્યું કે – “તમને “હર્મિનેટેડ-ડિસ્ક-સિમ્ટોમસ” છે  … એક સામાન્ય “માઈક્રોડીસ્કેટોમી” ઓપરેશન કરવું પડશે  … 2-દિવસ દેખરેખ-સારવાર હેઠળ અહી રહેવું પડશે  … અને 1-મહિનો ઘરે આરામ કરીને સંભાળવું પડશે  …બોલો ક્યારે આવો છો ફરી દોડતા થવા?”
ચંદ્રવદન-શેઠ તો હવે વધારે ઈમ્પ્રેસ થઇ ગયા -“હમણાં-જ દાખલ થાઉં છું…અને ઓફિસે ફોન કરી દઉં છું  … પત્નીને પણ બોલાવી લઉં છું  …”
.
ચંદ્રવદન-શેઠ તો 1-મહિનામાં દોડતા થઇ ગયા  …અને આપણાં ડો.પ્રથમેશ પણ ખ્યાતનામ થઇ ગયા… તેમની હોસ્પીટલમાં હવે ચંદ્રવદન-શેઠે પોતાના બહોળા-વર્તુળમાં કરેલા ડો.પ્રથમેશનાં એટીટ્યુડ અને નિદાન સાથે કુશળ-સર્જન તરીકેની પારંગતતાનાં “મોહ-ફાટ-વખાણ”ને કારણે અબજો-કરોડો પતિઓની લાઈન લાગી  …અને તેઓ અત્યારે 60-બેડની 3-માળની હોસ્પિટલ ધરાવે છે  … પરંતુ આજેપણ, સ્વાભાવે અને વ્યવહારે હજુ પણ ડો.પ્રથમેશ તેવા-જ છે  …હું હમણા અમારા એક સામાન્ય-સ્થિતિવાળાં સગાને લઈને તેમની નાની-બેબીના ડીફોર્મ્ડ-સ્પાઈન પ્રોબ્લેમને કારણે મળવા ગયો હતો તો તેમને તેનો શુલ્લક-ફીસ 100/- લીધી જે તેઓ સામાન્ય રીતે 1000/- લે છે  … અને પોતાના ખર્ચે એક્સ-રે કાઢીને નિદાન સાથે યોગ્ય સૂચનો પણ આપ્યા…
.
…………… સત્ય ઘટના, તેઓ પોતાના વખાણ નાં ચાહતા હોવાથી પાત્રોના નામ બદલ્યા છે  ……….
…..
#
કપડાની ચમક ઉપરથી એટીટ્યુડ અને પરફોર્મન્સ નાં મપાય  …
એટીટ્યુડ અને પરફોર્મન્સ તે ફક્ત પરિણામથી-જ મપાય  …
.
– જયેન્દ્ર આશરા …2014.08.06…
.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s