::..ફિલ્મ રીવ્યુ :: (જીદ્દી) મેરી-કોમ :: એક મહિલા બોક્સર ..::

MarKom-09072914-01

ફિલ્મ રીવ્યુ :: (જીદ્દી) મેરી-કોમ :: એક મહિલા બોક્સર ::
.
એક જુસ્સા – જીદ – ઝનુનથી ભરપુર વ્યક્તિત્વ એટલે “મેરી – કોમ”… દરેક વિચાર – કાર્યમાં તિવ્રતાની પરાકાષ્ઠા અને સ્વચ્છ-સાત્વિક આશય એ-જ તો હોય છે કોઈપણ સફળ વ્યક્તિનો જીવન આભિગમ… પરંતુ તે જ્યારે સ્પોર્ટ્સ-પર્સન હોય ત્યારે તેમાં આક્રમકતા ઉમેરાઈ જાય છે …
.
ઘણા વખત પછી આ પ્રકારની ફિલ્મની શરૂઆત જોઈ કે જે તમને તરત ખુરશીમાં જકડી લે અને સાથે-સાથે મુખ્ય-પાત્ર મેરી-કોમનું કેરેક્ટરાઈઝેશન-પાત્રન્કિત પણ કરે… જો શરૂઆતની ૧૦-મિનીટ તમે ચુક્યા તો ફિલ્મ ચુક્યા… ફક્ત શરૂઆતનું ડાયેરેકશન અને સેટ્સ અમને અત્યંત પ્રશંસનીય અને ફિલ્મ સાથે તાદ્ત્મ્ય મેળવતા લાગ્યા… પરંતુ શરૂઆત મજબુત કર્યા પછી ફિલ્મ પણ મેરી-કોમની ફેમીલી-લાઈફ સાથે નબળી પડતી જાય છે જ્યાં ડાઈરેકટર પોતે ગોટાળે-ચઢી જાય છે અને પછી ફિલ્મ વધારે ઇન્સીડેશનલ-ઘટનાત્મક બની-ને અને ક્યારેક બિન-જરૂરી ડાયેરેકશનલ-નીર્દેશનાંત્મક બની જાય છે….
.
સેટ્સ કી તો ક્યા તારીફ કરું… તે એટલા વાસ્તવિક અને જીવંત છે કે તમને એમ લાગે કે તમે ઈમ્ફાલની સતત વરસાદ પડતી પર્વતિય-વાદીઓમાં જીવી રહ્યા છો અને તે છે-ક ૨-કલાક સુધી તમે મેરી-કોમ સાથે રહો છો … અને સેટ્સ આટલા વાસ્તવિક હોવાનું કારણ એ-જ કે ફિલ્મ-ડાઈરેકટર ઉમંગકુમાર તે ફાઈન-આર્ટસનાં સ્ટુડંટ છે અને તેમની ફિલ્મી-કારકિર્દી સીરીયલ અને લાઈવ-શોના સેટ્સ બનાવવાથી શરુ થઇ હતી પછી તેમના જેવા ઉમદા-વાસ્તવિક ફિલ્મ-શુટિંગ-સેટસ કોઈ બનાવી શકે ખરું?…
.
એકટર્સ અને એક્ટિંગનું પાસું પણ ફિલ્મ-ડાયેરેકશનની જેમ અમુક બાબતે નબળું રહ્યું … તો પણ સુનીલ થાપા (બોક્સિંગ-કોચ) દર્શન-કુમાર તે હસબંડ ઓન્લેર-કોમ અને અનેક નવા ચહેરાઓનો અભિનય એકદમ નેચરલ રહ્યો… પરંતુ …મુખ્ય પાત્ર મેરી-કોમ નબળું રહ્યું… તેમાં પ્રિયંકાના નખરા વધારે અને મહિલા-બોક્સરનું લક્ષ-ભેદી પાત્ર-કેરેકટર ઓછું દેખાય છે… આશ્ચર્યની વાત છે કે આટલી બધી અસામી અને બંગાળી હિરોઈન છે તેમાંથી તેમને કોઈ મેરી-કોમ યોગ્ય ‘નાં’ મળ્યું કે તે મેરી-કોમ જેવી-જ ઊંચાઈ-દેખાવ-ભાષા ધરાવતું હોય? …ખેર તે મુખ્ય-પાત્રના “કાસ્ટિંગ”માં આ ફિલ્મ માર ખાઈ ગઈ અને તે કારણે ફિલ્મ થોડી નબળી પડી જાય છે …
.
સંગીત – ગીત – ગાયકો રસિક રીતે કર્ણ-પ્રિય અને દરેક ગીત સિચ્યુએશન પ્રમાણે પરોવ્યું-વણ્યું છે… તેમાં પણ વિશાલ-દદલાની એ ગાયેલું “જીદ્દી-દિલ” તમને પણ થોડીવાર તમારી પોતાની ભુલાઈ ગયેલી જીદોને યાદ અપાવી અને ફરીવાર તેવી જીદ સાથે જીવવાની પ્રેરણા આપે છે…
.
આ ફિલ્મ મેરી-કોમની આત્મકથા “અનબ્રેકેબલ” પરથી લખાયેલી-ફિલ્માંકન થયેલી હોવાને કારણે આપણા ભારતીય સ્પોર્ટ્સ-ફેડરેશનને તદ્દન નિવસ્ત્ર-અવસ્થામાં નિર્લજ્જ બતાવ્યા છે… તેમની સરકારી રૂપિયે પોતાના ફેમીલી+સગાઓને જલસા કરાવવાની ટેવ અને ખેલાડીઓને “ચા” + “કેળા” (ગરીબી-રેખાથી નીચે)નું પૌષ્ટિક-ભોજન આપી તેમને હંમેશા મેણા-ટોણા મારીને… જે રીતે યેન-કેન પ્રકારે હતાશ-નાસીપાસ કરાવાય છે તે હુબહુ નગ્ન-ચિતાર અહી દર્શાવ્યો છે જે “ચક-દે”માં આ પહેલા પણ દર્શાવી ચુકાયો છે… આ જોઇને ફરી એકવાર નાં છુટકે લોહીચુસ-રાજકારણીઓ યાદ આવી જાય છે… કે જ્યારે CWG (કોમન-વેલ્થ-ગેઈમ્સ)નું કૌભાંડ બાહર આવ્યું ત્યારે ૩૫-હાજર-કરોડ તે કોંગ્રેસી કલમાડી અને ૪૦-હજાર-કરોડ તે શીલા-દીક્ષિત દ્વાર કૌભાંડ કરાયેલું અને બીજી તરફ દુર્દશા એ કે, આપણા રમતવીરોને નોકરી નથી મળતી ત્યારે તેઓ પોતાના “મેડલ્સ” વેચીને ગુજરાન ચલાવે છે, જેઓએ રમત-સ્પ્રધામાં જીતી અને ભારત-નાં-ત્રિરંગાને બહુમાન અપાવ્યું હતું … છી-છી આપણા નેતા ઓ આટલા ભ્રષ્ટ છે, પછી આ આપણો 1૨૫-કરોડનો દેશ રમત-ગમતમાં પછાત-જ રહે … છે કોઈ ઉપાય કે આ ભ્રષ્ટ-નેતાઓને તરત “ફાંસી” આપી શકાય? …
…..
#
એક જુસ્સા – જીદ – ઝનુનથી ભરપુર વ્યક્તિત્વ એટલે “મેરી – કોમ”… દરેક વિચાર – કાર્યમાં તિવ્રતાની પરાકાષ્ઠા અને સ્વચ્છ-સાત્વિક આશય એ-જ તો હોય છે કોઈપણ સફળ વ્યક્તિનો જીવન આભિગમ … પરંતુ તે જ્યારે સ્પોર્ટ્સ-પર્સન હોય ત્યારે તેમાં આક્રમકતા ઉમેરાઈ જાય છે… બસ આવું-જ લક્ષ-ભેદી વ્યક્તિત્વ અને અર્જુન એવોર્ડની સાચી હકદાર તેવી કે ઉચ્ચતમ આંતરાષ્ટ્રીય બોક્સિંગ-કોમ્પિટીશનમાં ૨-મેડલ્સ તે ૨૦૧૦, એશિયન-ગેઈમ્સ ગોન્ઝાઉ, ચાઈના અને ૨૦૧૨, લંડન સમર ઓલિમ્પિક્સ મેડલ્સ પણ સામેલ છે… અને તે સાથે તેઓ ૧૪-ગોલ્ડ, ૨-સિલ્વર, ૨-બ્રોન્ઝ સાથે ભારતના ત્રિરંગાને ૧૮-વખત આંતરાષ્ટ્રીય કક્ષાએ બહુમાન અપાવી ચુક્યા છે… “સેલ્યુટ ટુ મેરી-કોમ”
.
દરેક-દરેક બાળકી – ગૃહિણી – માતા – દાદી એ અચૂક જોવા જેવી ફિલ્મ એટલે મેરી-કોમ… મને ખાતરી છે કે તમે તમારા જીવનમાં આત્મ-નિર્ભરતા-નીડરતાનાં ગુણોમાં લક્ષ-ભેદી ઝનુન ઉમેરી જુસ્સા-ભેર ઘરે આવશો… અને પુરુષોને પણ પ્રેરણા મળશે કે કારકિર્દી ફક્ત તેમની નહિ તેમની પત્ની -દીકરી -માતાની પણ હોઈ શકે છે જેમાં તેમને મદદ કરી “પ્રાણ” પુરાવાના છે… અને સહ-જીવનની વ્યાખ્યા વાસ્તવિક રીતે આલેખિત કરવાની છે…
.
– જયેન્દ્ર આશરા …૨૦૧૪.૦૯.૦૭…
.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s